________________
રાયત
૧૭ ૧૮૬૫ માં ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું સંચાલન બેડ ઓફ મેનેજમેન્ટ દ્વારા થતું તે હવે જિલ્લા અને તેલ બર્ડ દ્વારા ચલાવવામાં આવતી. સરકાર શાળાઓને ગ્રાન્ટ આપતી. આ માટે એક ઈન્સપેકટર, ડેપ્યુટી ઇન્સ્પેકટર અને મદદનીશેને સ્ટાફ રાખવામાં આવ્યું.૩૨
૧૮૮૪ માં જમીનની નોંધણું અને ખેતીવાડી માટે એક ખાતું શરૂ થયું. . એ માટે સનંદી ડાયરેકટરની નિમણૂક થઈ. ૧૯૦૫ માં ડાયરેકટર ઓફ એગ્રિકલ્ચર અને ડાયરેકટર ઑફ લેન્ડ રેકૅડૂસ નીમવામાં આવ્યા અને એ સાથે ડેપ્યુટી ડાયરેકટર, એગ્રિકલ્ચર કેમિસ્ટ અને એક ઇકેનેમિક બોટનિસ્ટની નિમણૂક થઈ. ૧૯૦૩ માં કે-ઑપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ઍકટ પસાર કરવામાં આવ્યું. આવી સેસાયટીએનું કાર્ય રજિસ્ટ્રારને સોંપાયું. એને મદદ કરવા મદદનીશ રજિસ્ટ્રાર ઓડિટરે અને બીજા અધિકારીઓ આપવામાં આવ્યા.૨૩
પ્રકીર્ણ ખાતાંઓના વહીવટમાં કસ્ટમ્સ મીઠું અફીણ અને આબકારીના ચાર કમિશનરોને મદદ માટે જરૂરી મદદનીશ કારકુને અને મજૂરે આપવામાં આવ્યા. મીઠાનું ખાતું અલગ કરવામાં આવ્યું; એ કસ્ટમ્સના કમિશનરના હાથ નીચે મૂકવામાં આવ્યું. ખાસ સેવાઓ, જેવી કે નહેર, રસ્તા અને મકાને, ખેતીવાડી ઉદ્યોગ, કારખાનાં અને સહકારી ક્રેડિટ એ બધાં માટે અલગ સ્ટાફ રાખવામાં આવ્યું. એ માટે દરેક ખાતા ઉપર એક અધિકારી નીમવામાં આવ્યું.૩૪ , આમ સમગ્ર બ્રિટિશ હિંદની નીતિના એક ભાગ તરીકે બોમ્બે પ્રેસિડેન્સી હતી અને એના એક નાના ભાગ તરીકે ગુજરાત ઉપર વહીવટ ચાલતા.
૨. રિયાસતને રાજ્યવહીવટ અંગ્રેજ સરકારે દેશી રાજ્યોનું એકથી સાત વર્ગમાં વિભાજન કરીને તેઓની દીવાની અને ફોજદારી સત્તાઓ નિશ્ચિત કરી આપી હતી અને એ સત્તાઓની મર્યાદામાં રહીને દેશી રાજ્ય પિતાને વહીવટ ચલાવતાં. આ ઉપરાંત અંગ્રેજ સરકારે “સલામી રાજ્યો અને બિનસલામી રા” એવા બે વર્ગ પણ પાડ્યા હતા. પહેલા અને બીજા વર્ગનાં રાજ્યના વડાઓને તેપની સલામી આપવામાં આવતી તેથી એ “સલામી રાજ્યો’ ગણતાં, જ્યારે ત્રીજાથી સાતમા વર્ગનાં રાજ્યના વડાઓને તેની સલામી આપવામાં આવતી ન હતી તેથી એ બિનસલામી રાજ' તરીકે ઓળખાતાં હતાં. રાજાનાં સ્થાન અને સત્તાઓ
રાજ્યમાં સર્વોચ્ચ વડા તરીકે રાજા હતા, જે પિતાને “મહારાજા “મહારાણા જામસાહેબ” “વીરાજ' ' “નવાબ' સેનાનાસખેલ સમશેરબહાદુર" કાર’