________________
બ્રિટિશ કાળ
જિલ્લામાં ખાર તાલુકા હતા. દરેક તાલુકામાં લગભગ ૧૦૦ ગામ સરકારી હતાં. દરેક ગામમાં નિયમિત અધિકારીએ હતા, જેઓ વારસાગત હેાદ્દા ભાગવતા હતા. એમાં પટેલ તલાટી અને ચેકીદારના સમાવેશ થતા. ગામના મહેસૂલના હિસાબના આધાર સર્વે–રજિસ્ટર ઉપર રહેતા. દરેક જમોન-માલિકને એક પહેાંચજીક આપવામાં આવતી. દરેક વર્ષે ગામની જમાબંદી નક્કી કરવામાં આવતી. મદદનીશ કે ડેપ્યુટી કલેકટર પેાતાના તાબાના ગામની વર્ષીમાં એક વાર મુલાકાત લેતા.૨૬
૧૭૨
મામલતદારના તાબા નીચે તાલુકા હતા. એના તાલુકાના કાશની કાર્ય વાહીની જવાબદારી એની હતી. એના હાથ નીચેનાં ગામામાંથી મહેલ-હપ્તા નિયમ પ્રમાણે ઉઘરાવાય છે કે નહિ એ એને જોવાનું હતું. એ હાથ નીચેના મૅજિસ્ટ્રેટ તરીકે કાર્યાં કરતા. એને મદદ કરવા માટે કેટલીક સંખ્યાનાં ગામ સર્કલ-ઇન્સ્પેકટરાના અને મામલતદારની કચેરીના બીજા સભ્યાના હાથ નીચે મૂકવામાં આવ્યાં. ૨૭
મામલતદારની ઉપર આસિસ્ટન્ટ કે ડેપ્યુટી કલેકટર હતા તેના તાબા નીચે સરેરાશ ત્રણ તાલુકા હતા. વર્ષીના સાત મહિના આ તાલુકાઓમાં એણે પ્રવાસ કરવાના હતા.૨૮
આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કલેકટર)ની ઉપર કલેકટર અને મૅજિસ્ટ્રેટ હતા, જેના હાથ નીચે સમગ્ર જિલ્લા આવતા. એ આ વિસ્તારમાં વર્ષોંના ચાર મહિના પ્રવાસ કરતા, રેવન્યુ અને મૅજિસ્ટેટના કાર્યનુ નિરીક્ષણુ કરતા, એકસાઈઝ અને ખીન ખાસ કરવેરાનેા અને સ્ટમ્પ-રેવન્યુના વહીવટ સંભાળતા.
છેલ્લે, રેવન્યુ વહીવટીતંત્ર ઉપરનું સામાન્ય નરોક્ષણુ ત્રણ કમિશનરે (પ્રેસિડેન્સીના ઉત્તર મધ્ય અને દક્ષિણ વિભાગા) કરતા અને કાબૂ રાખતા.૨૯
જાહેર સેવા ખાતું (પી, ડબલ્યુ. ડી.) ધીમે ધીમે વ્યવસ્થિત કરવામાં આવ્યું. ૧૯૧૪ માં રેલવે શાખા માટે બે ચીફ એન્જિનિયર નિમાયા. સીનિયર એ સરકારને સેક્રેટરી અને જુનિયર એ જોઇન્ટ સેક્રેટરી બન્યા, છ નિરીક્ષક એન્જિનિયરા, ૩૮ એક્ઝિકર્ણાટવ એન્જિનિયર અને ૫૯ આસિસ્ટન્ટ એન્જિનિયરા હતા. ઇલેકિટ્રકલ ઇન્સ્પેકટર અને દસ હંગામી એન્જિનિયર પણ નિમાયા.૩૦
૧૮૬૦ માં મુબઈમાં જંગલ વહીવટત ંત્રની વ્યવસ્થા થઈ. પ્રેસિડેન્સીને ચાર જંગલ સર્કલામાં વહેંચવામાં આવી. ૧૯૦૭ અને ૧૯૧૧ માં એની પુનર્રચના થઈ. એમાં ત્રણ કાન્ઝવેટર, ૨૪ ડેપ્યુટી કે આસિસ્ટન્ટ કૅાન્સવેરેંટર, પ્રાંત માટે પાંચ વધારાના ડેપ્યુટી કૅન્ઝર્વેટર, અને ૨૩ વધારાના આસિસ્ટન્ટ કેન્ઝવેટર રાખવામાં આવ્યા. ૧૮૮૮ માં જંગલાની સર્વે હાથ ધરવામાં આવી અને ૧૯૧૮ સુધીમાં ફ્રારેસ્ટ સેટલમેન્ટનુ` કા` પૂર્ણ થયુ.૩૧