________________
રાજય
૧૮૫૫-૫૬ માં બે પ્રેસિડેન્સીને ન્યાયતંત્રની દષ્ટિએ આઠ જિલ્લાઓમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. રેવન્યુ બાબત માટે એનું ૧૩ કલેકટરોમાં વિભાજન કરાયું. સદર અદાલત માટે ત્રણ ન્યાયાધીશ હતા, જેઓ દીવાની અને ફોજદારી ન્યાયનું કાર્ય કરતા. વળી આઠ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ, ત્રણ સીનિયર આસિસ્ટન્ટ જજ, છ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ, સાત મુખ્ય સદર અમીન, તેર સદર અમીન અને ૭૩ મુન્સિક હતા.૧૪
૧૮૫૫ માં જેલે ઉપર ઈન્સપેકટર–જનરલની નિમણૂક કરવામાં આવી. ૧૮૫૬ માં જેમાં સુધારા કરવામાં આવ્યા અને એ સાથે કેદીઓનાં શિસ્ત અને સ્વાથ્ય અંગે પગલાં ભરવામાં આવ્યાં ૧૫
જાહેર કાર્યો, ધાર્મિક અને મેડિકલ ડિપાર્ટમેન્ટ માટે ખાસ પ્રગતિ થઈ શકી નહેતી. ૧૮૫૫-૫૬ માં બબ્બે ડાયસીસે ૩૨ કલઈઓની નિમણૂક કરી. બિશપ ઑફ ધ સીન કાબૂ નીચે ચેપ્લેઈને હતા. ૧૮૩૮ માં મુંબઈના પ્રથમ બિશપ તરીકે ડે. કારની નિમણુક થઈ હતી. આરોગ્ય-વ્યવસ્થા માટે ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ પોતાની ફેકટરીઓ અને પૂર્વ તરફ વેપાર કરતાં વહાણેના પિતાને કર્મચારીવર્ગ અને લશ્કર માટે ઇંગ્લેન્ડથી સજનેને મોકલ્યા હતા, તેમાંથી ઈન્ડિયન મેડિકલ સર્વિસ'ની રચના થઈ. ૧૮૫૩ માં આ નેકરી ભારતવાસીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી અને ૧૮૫૫ માં આવી પ્રથમ પરીક્ષા લેવામાં આવી.૧૬ (આ) તાજનું વહીવટીતંત્ર (૧૮૫૮ થી ૧૯૧૪)
કમ્પનીએ સજેલા વહીવટીતંત્રને માળખામાં બ્રિટિશ તાજ દ્વારા સુધારા કરવામાં આવ્યા.
આ સમયે કાઠિયાવાડમાં ૧૯૩ થી વધારે નાનાં રાજ્ય હતાં. એ બધામાં મુંબઈ સરકારે ફોજદારી અદાલતે સ્થાપી અને એના ઉપર પોલિટિકલ એજન્ટને રાખવામાં આવ્યું. ૧૮૬૩ સુધી ન્યાયતંત્રની દૃષ્ટિએ કાઠિયાવાડને ચાર પ્રાતિમાં વહેંચવામાં આવ્યા ને દરેક ઉપર એક આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ નીમવામાં આવ્યો. એને દીવાની અને ફોજદારી સત્તાઓ આપવામાં આવી. પછીનાં વર્ષોમાં ચાર આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટને મદદ માટે એક એક ડેપ્યુટી આપવામાં આવ્યું, જેને દરેક પ્રાંતના મુખ્ય મથકે મૂકવામાં આવ્યું. એને કેટલીક દીવાની અને ફોજદારી ન્યાયની સત્તા સેંપવામાં આવી. ૧૯૦૩ માં પોલિટિકલ એજન્ટ અને એના ચાર આસિસ્ટન્ટના હેહાઓનાં નામ બદલીને પ્રાંતના ગર્વનરના એજન્ટ અને પિલિટિકલ એજન્ટ' રાખવામાં આવ્યા. ૧૭