________________
સમકાલીન રિયાસતો
૧૫ ૨૬ વરસેડા–ત્યાંના ઠાકર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પિતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવે છે. અહિપતે મેરગઢ(કચ્છ)માં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ પહેલાં ધારપુર(પાલણપુર તાબે)માં ને પછી અંબાસણમાં રાજય સ્થાપ્યું. એમના પુત્ર મહેસાજીએ મહેસાણુ વસાવ્યું. એમની ચોથી પેઢીએ જેસિંહજી થયા. એમના પુત્ર સૂરજમલજીને વરસડાની જાગીર મળી, પણ એ પ્રાયઃ મહેસાણામાં રહેતા હતા. એમને પાંચમા વંશજ ગંગજી થયા. તેઓ અપુત્ર હતા. એ વિ. સં. ૧૫૬૫(ઈ. સ. ૧૫૦૭-૦૮)માં વરસડા આવી વસ્યા, જ્યાં એમને આશકરણછ નામે પુત્ર થયા. આશકરણજીના પુત્ર રામસિંહે રામપુર વસાવ્યું. એમની પાંચમી પેઢીએ ભીમસિંહ થયા તેમણે ભીમનાથ મહાદેવ સ્થાપ્યા. પછી બદસિંહ, રતનસિંહ, મોતીસિંહ અને કિશોરસિંહ નામે રાજા થયા. કિશોરસિંહ પછી એમના પુત્ર સૂરજમલજી ગાદીએ આવ્યા (૧૮૮૧). એમણે ૧૯૧૮ સુધી રાજ્ય કર્યું. ૧૦૪
૨૭ પેથાપુર–કર્ણ વાઘેલાના પુત્ર જેતા અને વરસિંહ હતા તેમણે અનુક્રમે કલેલ અને સાણંદમાં પિતાની ગાદી સ્થાપી હતી. કલોલની શાખામાંથી રૂપાલની પેટાશાખા થઈ. ત્યાંના સાવંતસિંહજીના નાના કુંવર સેમેશ્વરને કોલવડા વગેરે ૧૪ ગામ મળ્યાં. સેમેશ્વરના પૌત્ર ચાંદેજીના પુત્ર હિમાળાજી થયા. એમણે પિતાના મામા પથુજી ગેહિલને મારી એમનું સેખડા લઈ લીધું. સતી થયેલી મામીની સૂચના અનુસાર એમણે મામા પિથાજીના નામ પરથી સેખડાનું નામ પેથાપુર” રાખ્યું ને રાજગાદી ત્યાં રાખી. હિમાળાજી જેનાથી દસમી પેઢીએ થયા. એમના પછી નવમા રાજા પૂજે ૧૫૬ માં ગાદીએ આવેલા. એમના પછી દસમા રાજા હિંમતસિંહજી થયા. એમના સગીર પુત્ર ગંભીરસિંહજી પુખ્ત વયના થતાં ૧૮૯૨ માં તખ્તનશીન થયા. એમના મૃત્યુ બાદ ચેડા દિવસમાં એમનાં ઠકરાણુને કુંવર જ તેમનું નામ ફતેસિંહજી રખાયું. એમની સગીર અવસ્થામાં એજન્સીનું મેનેજમેન્ટ રહેલું. ૧૦૫
૨૮. પુનાદરા–અહીંના રાજ્યકર્તાઓના પૂર્વજ પહેલાં મકવાણા રાજપૂત હતા, પછીથી ઈસ્લામ સ્વીકારી મોલેસલામ થયેલા. ઝાલા હરપાળે પાટડીમાં ગાદી સ્થાપી, એમના વંશજ ધ્રાંગધ્રામાં સત્તારૂઢ થયા. એમના આઠમા કુંવર બાપુજીના વંશજ હરિસિંહજી કેળીની કન્યા સાથે લગ્ન કરી મકવાણું કોળી થયા. પછી એમણે સુલતાન મહમૂદ બેગડાની નોકરીમાં રહી, ઈસ્લામ સ્વીકારી માંડવાની જાગીર પ્રાપ્ત કરી (૧૪૭૩). એમાંથી આતરસુંબાની શાખા થઈ. એ શાખાના જોરાવરસિંહજીજેરામિયાં પાસેથી ૧૮૦૪ માં ગાયકવાડ સરકારે આતરસુંબા લઈ લીધું તેપણું