________________
૧૫ર
બ્રિટિશ કહ રાજા સામંતસિંહના પુત્ર અહિપતના વંશજે હેવાનું મનાય છે. સૂરસિંહજી પછી પ્રતાપસિંહ, વછરાજ, પૃથ્વીરાજ, પ્રતાપસિંહ, પર્વતસિંહ, નહારસિંહ, ફતેસિંહ, જેરાજી, ભીમસિંહ અને રાજસિંહ (મૃ. ૧૮૮૬) રાજા થયા પછી એમના ભાઈ કેસરીસિંહ (મૃ. ૧૮૮૯) ગાદીએ આવ્યા. એમના પુત્ર તખતસિંહજી ૧૮૮૯ માં ગાદીએ આવેલા. એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ કારભાર સંભાળેલ. તખસંહજીએ પુખ્ત વયના થતાં ૧૮૯૭ માં વહીવટ સંભાળી લીધે.૧૦૧
૨૪, ઈલેલ-ઝાલાઓની શાખા ગણુતા મકવાણું રાજપૂતોમાંથી ઉત્પન્ન થયે હેવાને દાવો કરતા હરપાળના બીજા કુંવર વિજયપાળના વંશજ વિશાળ લીંબોદરાના ઠાકોર સાથે સંબંધ બાંધી કેળી ગણાયા. એમના વંશજ વાઘાજીએ ૧૫૯૬ માં ઇલેલમાં પિતાની રાજધાની સ્થાપી. આગળ જતાં ઠાકોર નાહારસિંહજી પછી દીપસિંહજી અને વખતસિંહજી રાજા થયા. વખતસિંહજીની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીએ મૅનેજમેન્ટ નીમેલું. પુખ્ત વયના થઈ કારભાર સંભાળ્યા બાદ એમણે ઘણું સુધારા કર્યા, એમને ત્રીજા વર્ગની રિયાસતને દરજજો મળ્યા (૧૮૮૭), અપુત્ર વખતસિંહજી પછી એમના પિતરાઈ ભાઈ માનસિંહજી ઠાકર થયા (૧૮૯૮). તેઓ નિરક્ષર હોવાથી અદાલતી અધિકાર સાબરકાંઠા થાણદારને હસ્તક રહ્યા. માનસિંહજી પછી એમના પુત્ર વજેસિંહજી ગાદીએ આવ્યા (૧૯૦૨), એમની સગીર અવસ્થા દરમ્યાન એજન્સીનું મૅનેજમેન્ટ રહ્યું (૧૯૧૬ સુધી).૧૦૨
૨૫. રણાસણ-આ સંસ્થાનના ઠાકોર રહેવર રાજપૂત હતા. એમના પૂર્વજો ચંદ્રાવતી જાગીરના રાવના કુટુંબી હતા. આ રિયાસતના સ્થાપક રાજસિંહજી હતા. એમણે ઈડર રાજ્યની સારી સેવા કરેલી. એમણે રણાસણ વસાવી ત્યાં રાજધાની કરી. એમના પુત્ર અને ઉત્તરાધિકારી સૂરસિંહજીએ મેડાસા અને પ્રાંતીજના તેફાની ભીલેને વશ કરેલા. એમના પછી સરવરસિંહજી, અદેસિંહજી અને ભારતસિંહજી ક્રમશઃ વારસદાર થયા. પછી ખુમાનસિંહજી ગાદીએ આવ્યા (૧૭૬૮). એમના પુત્ર મકનસિંહજી (૧૮૦૨-૨૮)ના સમયમાં બ્રિટિશ સરકાર સાથેના સંબંધ બંધાયા. પછી રાયસિંહજી (૧૮૨૮-૩૮) અને એમના પછી એમના કાકાના દીકરા લાલસિંહજી ગાદીએ આવ્યા. અપુત્ર લાલસિંહજી (મૃ. ૧૮૪૨) પછી એમના પિતા નાહારસિંહજી અને એમના પછી એમના કાકાના દીકરા સરતાનસિંહજીને ગાદી મળી. પછી એમના કુંવર વજેસિંહજી (૧૮૪૫–૭૯) પછી એમના કુંવર હમીરસિંહજી (૧૮૭૯-૮૦), ને પછી એમના કાકાના દીકરા કિશોરસિંહજી ગાદીએ આવ્યા (૧૮૯૦). એમના મૃત્યુ (૧૯૧૪) બાદ પૃથ્વીસિંહજી નામે ભાયાત રાજવારસ
ઠર્યા.૦૩