________________
૧૩૧
સમકાલીન રિયાસ
૧જાડેજા વંશની રિયાસત આ રાજ્યને વિસ્તાર રણને બાદ કરતાં ૧૯, ૭૨૫ ચો. કિ. મી. હતો અને ૧૯૨૧ માં વસ્તી ૪, ૮૪,૫૪૭ અને આવક રૂ. ૨૩ લાખ હતી.
ઈ. સ. ૧૮૧૩ માં રાવ ભારમલજી કરછની ગાદીએ આવ્યા હતા. એમની ઉંમર ૧૫ વર્ષની હોવાથી ફતેહમહમદના પુત્ર હુસેનમિયાંને વહીવટી સત્તા સેંપવામાં આવી હતી; જો કે સત્તા માટેના આંતરિક સંઘર્ષ ચાલુ રહ્યા. ઈ. સ. ૧૮૧૮ ના જાન્યુઆરીમાં કેપ્ટન જેમ્સ મૅકમર્ડોની કચ્છના પ્રથમ બ્રિટિશ રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. એ જ વર્ષમાં રાવ ભારમલજીને વહીવટકર્તા તરીકે અયોગ્ય ગણુને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને એમના બાળપુત્ર દેશળજીને કચ્છના રાવ તરીકે જાહેર કરવામાં આવ્યા. દેશળજી પુખ્ત ઉંમરના થતાં ઈ. સ. ૧૮૩૪ ની ૮ મી જુલાઈએ એમને સ્વતંત્ર વહીવટની સત્તા સોંપવામાં આવી. રાવ દેશળજીના સમયમાં બાળહત્યા સતીપ્રથા તથા ગુલામીપ્રથા નાબૂદ કરવાના પ્રયાસ થયા. એમના સમયમાં ૧૮૧૯માં ભયંકર ધરતીકંપ થયો હતે. કરછ-વાગડના ગરાસિયાઓને શાંત પાડીને એમણે લૂંટફાટ અટકાવી હતી. ૧૮૨૩ ના દુકાળમાં પાંચમા ભાગની વસ્તી સાફ થઈ ગઈ હતી. ૧૮૩૮ માં અફઘાન-વિગ્રહ વખતે કરછે અંગ્રેજોને મદદ કરી હતી. દૂધપીતી (૧૮૪૧) તથા ગુલામોના વેપાર (૧૮૩૬ ઉપર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતે. ૧૮૫૩ માં રાજ્ય તરફથી પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઈ હતી. ૧૮૫૨ માં સતીપ્રથા પર પ્રતિબંધ મુકાયા હતા.
રાવ દેશળજીનું ઈ. સ. ૧૮૬૦માં અવસાન થતાં એમના પુત્ર પ્રાગમલજી કરછના રાવ બન્યા. એમણે દીવાની અને ફોજદારી ન્યાયના નવા કાયદા રચીને અમલમાં મૂક્યા. વહીવટી તંત્રમાં ઘણું સુધારા કર્યા. પ્રજાનાં શિક્ષણ અને આરોગ્ય માટે સુવિધાઓ ઊભી કરી. તેઓ સુશિક્ષિત સિદ્ધાંતપ્રિય તેમજ પ્રગતિશીલ વિચારો ધરાવતા રાજવી હતા. ૧૮૬૧ માં દુકાળ વખતે લેકેને પ્રાગમલ તળાવ, હમીરસર અને બીજ તળાવ વગેરે બંધાવી રાહત-કાર્યો ખેલીને મદદ કરી હતી, પરંતુ ઈ. સ. ૧૮૭૬ ની તા. ૧લી જાન્યુઆરીના રોજ ૩૭ વર્ષની ભરજુવાન વયે એમનું અવસાન થયું. એમના પછી એમના પુત્ર ખેંગારજી ૯ વર્ષની ઉંમરે કચ્છના રાવ બન્યા. એમની સગીરાવસ્થા પૂરી થતાં ઈ. સ. ૧૮૮૬ માં એમને સ્વતંત્ર વહીવટ કરવાની સત્તા સોંપવામાં આવી. અંગ્રેજ સરકારે એમને “સવાઈ બહાદુર તથા “જી. સી. આઈ. ઈ.” ના ઈલ્કાબ આપ્યા. એમના સમયમાં ભૂજમાં સંસ્કૃત પાઠશાળા તથા ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી હતી. એમણે શિક્ષણને ઘણું ઉત્તેજન આપ્યું હતું. ખેતીવાડી તથા સિંચાઈને