________________
બ્રિટિશ કાટ
અમલના કારણે મુંબઈ પ્રાંતમાં ઘણું જમીનદારે ચંકી ઊઠયા હતા. આમ છતાં આખો પ્રાંત કહેવાતા બળવાની કટોકટી અને અન્યત્ર બનેલા બનાવોના પ્રત્યાઘાતની અસરમાંથી મુક્ત બની બહાર આવ્યું હતું. સુરતમાં આવકવેરા-વિરોધી આંદોલન, ૧૮૬૦
બ્રિટિશ સરકારે આવકવેર દાખલ કર્યો એના વિરોધમાં સુરતના બુરહાનપુરી ભાગળ(જે હાલ “ભાગળ” નામથી ઓળખાય છે)ના ૨,૦૦૦ થી વધુ સંખ્યાના વેપારીઓએ ભેગા થઈ આવકવેરા–પત્રક નહિ ભરવાની અને જ્યાં સુધી આવકવેરો પાછા ખેંચી લેવામાં આવે નહિ ત્યાંસુધી દુકાને બંધ રાખી હડતાલ પાડવાની જાહેરાત કરી હતી. ત્યારથી આવકવેરા–ધારા-વિરોધી આંદોલનને આરંભ થયો. (નવેમ્બર ૨૯, ૧૮૬૦). દુકાને બંધ કરી રહેલા વેપારીઓની ધરપકડ કરવામાં આવી અને સુરતના મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવ્યા. ભેગા થયેલા ટોળા ઉપર છેવટે લાઠીમાર કરી એને વિખેરી નાખવામાં આવ્યું. શહેરના અન્ય ભાગોમાં પણ વિરોધ થયા હતા. આ બાબતમાં ૨૪ વ્યક્તિઓને ગુનેગાર ઠરાવી સખત મજૂરી સાથેની ૬ મહિનાની કેદની સજા કરવામાં આવી હતી. વસઈમાં આંદોલન, ૧૮૬૦
વસઈ, જે એ સમયે થાણા જિલ્લામાં હતું, ત્યાં પણ આવકવેરા સામે વિરોધ થયું હતું (ડિસેમ્બર ૨, ૧૮૬૦). મામલતદારની કચેરી સામે લગભગ ૨ ૪,૦૦૦ લેકે ભેગા થયા હતા અને સરકારે બનાવેલી નેટિસે અને ભરવાનાં પત્રક ફેંકી દીધાં હતાં. બધાંની આગેવાની ગોરધનદાસ શેઠે લીધી હતી. એમણે ડેપ્યુટી કલેકટર મિ. હન્ટરને હિંમતભર્યા જવાબ આપી, પ્રજાશક્તિને પચ્ચે કરાવી કાનૂનભંગ કરવા બદલ શિક્ષા મેળવવાની તૈયારી બતાવી હતી. પંચમહાલ જિલ્લાની તબદીલી, ૧૮૬૧
ગ્વાલિયરના સિંધિયાના તાબામાં પંચમહાલ જિલ્લે તથા પાવાગઢ અને ચાંપાનેર શહેર હતાં. વાલિયરથી આ પ્રદેશને વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી સિંધિયાએ આ પ્રદેશને વહીવટ ૧૮૫૩ માં બ્રિટિશ સરકારને દસ વર્ષ માટે સોં. દસ વર્ષની મુદતને અંત આવે તે પહેલાં જ સિંધિયાએ ૧૮૬૧ માં આ પ્રદેશો બ્રિટિશ સરકારને તબદીલ કરી આપ્યા અને એના બદલામાં એ પ્રદેશ એટલે જ વિસ્તાર, જે ઝાંસી પાસે આવેલું હતું તે, લીધે. પ્રદેશની આવી અદલાબદલીથી પંચમહાલને ફાયદો થશે. ૧૮૬૧ પછી જિલ્લામાં બધે મેટલવાળા માર્ગ બનાવાયા, બ્રિટિશ પદ્ધતિની મહેસૂલ અને ન્યાયવ્યવસ્થા સ્થપાઈ, શાળાઓ અને દવાખાનાં