________________
હ૦
બ્રિટિશ કાલ. ગુજરાતમાં ૧૮૫૭-૫૮ને ઉક
૧૮૫૭ માં હિંદી સિપાઈઓએ અંગ્રેજ સરકાર સામે કરેલા કહેવાતા બળવાના પ્રત્યાઘાત ઉત્તર ભારતમાં પડયા. ઘણુ સ્થળોએ આંદોલન અને બંડ થયાં. આવા કપરા અને કટોકટીવાળા સમયમાં ગુજરાત ઘણે અંશે ઉદ્વેકની અસરોથી. શાંત રહ્યું. અંગ્રેજ સરકાર સામે વિરોધ અને સામને કરવાના કેટલાક બનાવ. બન્યા હતા. એ તેફાનેને દાબી દેવા ઘણી કડકાઈ દાખવવામાં આવી હતી. ૧૮૫૮ માં ગુજરાતમાં લેકને નિઃશસ્ત્ર કરવા જતાં ઘણી દમનનીતિ અને અત્યાચારોને આશ્રય લેવાયો હતો.
આ સમયે ખંડેરાવ ગાયકવાડે બ્રિટિશ સરકાર પ્રત્યે વફાદારી રાખી રેસિડેન્ટને મદદ કરી હતી. ખંડેરાવ ગાયકવાડની વફાદારીને બદલે બ્રિટિશ સરકારે એમને દત્તક લેવાની સનદ આપીને(માર્ચ ૧૧, ૧૮૬૨) તથા “હીઝ હાયનેસ ધ મહારાજા
ઓફ બડૌદા” એવું સંબોધન આપીને અને જી. સી. આઈ. ને ખિતાબ આપીને વાળ્યો હતે.પ
ગુજરાતનાં રમખાણોની વિશેષતા એ હતી કે અહીં પ્રાયઃ લેક-સમુદાયના. અમુક વર્ગોએ રમખાણે જગાડી શાંતિ અને સલામતી ભયમાં મૂક્યાં હતાં.
૧૮૫૭ ના સિપાઈઓના કહેવાતા બળવાનું તથા અન્ય સ્થળોએ થયેલાં તેફાને અને રમખાણોનું સીધું પરિણામ એ આવ્યું કે હિંદને વહીવટ વેપારો. ઇગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કમ્પની પાસેથી બ્રિટિશ તાજે ૧૮૫૮ માં એક ધારે પસાર કરીને લઈ લીધે. એ ધારામાં હિંદને વહીવટ સુધારવા તે મુખ્ય સત્તા ધારણ કરી છે એવું જાહેરનામું રાણી વિકટોરિયાના નામથી બહાર પાડવામાં આવ્યું. હિંદના દેશી રાજાઓને સલામતી અને રક્ષણની બાંહેધરી આપવામાં આવી હતી. ૧૮૫૮ પછી : રાજ્યવહીવટ
૧૮૫૭-૫૮ નાં ભારે અશાંતિ અને અજપ દૂર કરીને બ્રિટિશ તાજ હેઠળ સ્થપાયેલી નવી અંગ્રેજ સરકારે કાયદો અને વ્યવસ્થા સ્થાપવા પ્રયત્ન આરંભા, ગુજરાતના પ્રદેશો પર પણ વહીવટ કરવા પર ધ્યાન આપ્યું.
ગુજરાતને વહીવટ બે ભાગમાં વહેંચાયેલ હતા. પહેલા ભાગમાં મોટી સંખ્યાનાં દેશી રજવાડાંઓ પર હળવા હાથે છતાં મજબૂત પકડ રાખી વહીવટ કરવાનું હતું, તે બીજા ભાગમાં પિતાના સીધા વહીવટ હેઠળની પ્રજા જે ફળદ્રુપ જિલ્લાઓમાં વસતી હતી તેમની પાસેથી એમની ધર્મશ્રદ્ધાઓ કે એમના ઉદ્યોગ-ધંધાઓમાં કારણ વિના દરમિયાનગીરી કર્યા વગર પૂરતા પ્રમાણમાં મહેસૂલ