________________
[૧૭
૩જુ.]
અકબરથી રંગઝેબ લેવા માંડયું. આ વખતે એના સરદાર કહાનજીને ચુંવાળના વિસ્તારોમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને એની જાગીર-જમીને સાણંદ(અમદાવાદ જિલ્લે)ના ગરાસિયા મુખી જગમલને સોંપવામાં આવી. કડાનજીએ ૧૬૫૪માં અમદાવાદ આવી શાહજાદા મુરાદબક્ષની તાબેદારી સ્વીકારી અને વાર્ષિક દસ હજાર રૂપિયાની ખંડણી આપવાનું કબૂલ કરતાં એને એની જમીન પાછી આપવામાં આવી. ૧૬પ૩ માં શાઈસ્તખાને બાદશાહને જણાવેલું હતું કે અમદાવાદ શહેરની દીવાલો ઘણી જગ્યાએ તૂટી પડેલી હોવાથી એની દુરસ્તી કરાવી લેવાનું જરૂરી છે. એ પરથી બાદશાહે પ્રાંતના દીવાન પર હુકમ મોકલ્યો, જેમાં સ્થાનિક સરકારી તિજોરીમાંથી ૨૦ હજાર રૂપિયા ખર્ચ મંજૂર કરી, દીવાલે દુરસ્ત કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું. શહાદો મુરાદાબક્ષ (ઈ.સ. ૧૬૫૪-૫૮)
૧૬૫૪ માં શાહજહાંએ શાઈતખાનને પાછો બેલાવ્યો ને એને સ્થાને પિતાના નાના શાહજાદા મુરાદબક્ષને નીમ્યો. ૧૬૫૭ના સપ્ટેમ્બરના આરંભમાં શાહજહાં દિલ્હીમાં ગંભીરપણે માંદા પડતાં અને સૌથી મોટા શાહજાદા દારા શુકેહની તથા કેટલાક અમીરોની વધુ પડતી તકેદારીને લીધે સામ્રાજ્યમાં ઉગ્ર સ્વરૂપના પ્રત્યાઘાત પડયા અને બાદશાહ અવસાન પામ્યાની અફવાઓ ફેલાવા પામી; જોકે શાહજહાં ગંભીર માંદગીમાંથી સાજો થયો છતાં પહેલાંની જેમ એ શાસન કરવા અશક્ત રહ્યો. બંગાળના સૂબેદાર તરીકે રહેલા શાહજાદા રાજાએ પિતાને મુઘલ બાદશાહ તરીકે જાહેર કર્યો. બીજી બાજુ ગુજરાતમાં મુરાદબક્ષે અતિ ઉતાવળાં પગલાં લઈ લશ્કર એકત્ર કર્યા અને દખણમાં પોતાના મોટા ભાઈ ઔરંગઝેબ, જે ત્યાં સૂબેદારપદે હતો, તેની સાથે સહકાર સાધી પિતાને હક્કદાવો આગળ ધરવા તત્પર બન્યો.
પોતાના ભાઈઓ સાથે મુકાબલે અનિવાર્ય છે એમ માની મુરાદબક્ષે પિતાનાં જરૂરી સાધન ઊભાં કરવા અને એકત્ર કરવા શાહબાઝખાનની આગેવાની હેઠળ સુરતના સમૃદ્ધ બંદરનો કબજે લેવા તથા સુરતના પ્રખ્યાત કિલામાં રાખવામાં આવેલ શાહી ખજાનાનો કબજો લેવા છ હજારનું અશ્વદળ મોકલ્યું. સુરતનો કિલેદાર સૈયદ તૈયબ મુઘલ બાદશાહ પ્રત્યે વફાદાર હતો તેથી શાહબાઝખાનને નમતું ન આપતાં એનો પ્રબળ સામનો કર્યો. શાહબાઝખાને વલંદા અને અંગ્રેજ કઠીના પ્રમુખને, જકાતમાં અડધી માફી આપવાનું અને બીજા લાભ આપવાનું પ્રલોભન આપી, મદદ આપવા માટે એમની સાથે વાટાઘાટે ચલાવી, પણ બંને પ્રમુખને મુરાદનો પક્ષ નબળો લાગતો હોવાથી તેઓએ એના પક્ષે