________________
સુઘલ કાલ.
[y.
વલણ દાખવ્યું હતું. એ દુકાનદારો પાસેથી ઠરાવેલા ભાવે ગળી અને બીજો માલ ખરીદો અને વેપાર કરવાને ઇજારો પોતાના હસ્તક રહે એવી પેરવી કરતો તેથી એની પકડમાંથી બચવા એને લાંચ આપવાની વેપારીઓને ફરજ પડતી. શાઈસ્તખાન એકમાત્ર વેપારી બની રહે એવી એની પેરવીથી અંગ્રેજો પણ ભડકી ગયા હતા. શાસ્તખાનની બદલી ૧૬૪૮ ના જુલાઈમાં માળવાના સૂબેદાર તરીકે કરવામાં આવી. શાહજાદે દારા શકેહ (ઈ.સ. ૧૬૪૮-પર)
શાહજહાંએ પિતાના વડા શાહજાદા દારા શુકાહને ગુજરાતના સુબેદાર તરીકે નીમે, પરંતુ દારા શુકો માત્ર નામને જ સુબેદાર હતો. એણે એના વિશ્વાસ અધિકારી બકીરબેગને પિતાના નાયબ તરીકે કામ કરવા “ધરતખાનને ખિતાબ આપી ગુજરાત મોકલ્યા.
ધરતખાન દશેરાના તહેવારને દિવસે (સપ્ટેમ્બર ૧૮, ૧૬૪૮) અમદાવાદ આવી પહોંચે એનું નામ મુઘલ બાદશાહના એક શાહી ફરમાન (જુલાઈ ૩, ૧૯૪૮) સાથે જોડાયેલું છે. એ ફરમાનમાં જે જૈન મંદિર શાંતિદાસ ઝવેરીએ બંધાવેલ હતું અને ૧૬૪૫ માં શાહજાદા ઔરંગઝેબે તેડી નખાવી મસ્જિદમાં ફેરવ્યું હતું તે એના મૂળ માલિક શાંતિદાસ ઝવેરીને પાછું મેંપવા અંગેનો હુકમ હતા. એ ફરમાન પર “શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકોહ”ની મહેર અંકિત કરવામાં આવી હતી. અત્રે એ નેંધવું રસપ્રદ થઈ પડશે કે જે દિવસે શાહજહાંએ દારા શુકેહને ગુજરાતનો સૂબેદાર નીમે તે જ દિવસે એ ફરમાન બહાર પડાયું હતું. ફરમાનમાં અપાયેલા આદેશ મુજબ ઇમારતમાં કરવામાં આવેલ મિહરાબ (ગેખલા) રહેવા દેવાના હતા અને મંદિરથી એને જુદા પાડવા ત્યાં દીવાલ ચણી લેવાની હતી. એ ઇમારતમાં જે ફકીરો અને ભિખારીઓ રહેતા હતા તેમને માટે અને મંદિરમાંથી માલસામાનની ચોરી કરી ગયેલા વહેારાઓ માટે કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. મુઘલ દરબારમાં શાંતિદાસ ઝવેરીની પ્રતિષ્ઠાને લીધે આવું ફરમાન બહાર પડાયું હશે એમ માની શકાય. ૨૫ શાસ્તખાન (બીજી વાર) (ઈ.સ. ૧૬૫૨-૫૪)
ઈ.સ. ૧૬૫ર ના અંતમાં શાહજ્જ દારા શુકેહને ગુજરાતના સૂબેદારપદની જવાબદારીમાંથી મુક્ત કરી એને સ્થાને થાઈસ્તખાનને ફરી વાર નીમવામાં આવ્યા.
શાઈસ્તખાને અમદાવાદ આવી હવેલી પરગણામાં તથા ધોળકા કરી અને વિરમગામ પરગણામાં ભારે રંજાડપ્રવૃત્તિ કરતા કેળીઓ સામે કડક હાથે કામ