________________
૩ જુ.]
અકબરથી ઔરંગઝેબ
'[૫૭
ઉપર જણાવ્યું છે તેમ સૂબેદાર શાહજાદા શાહજહાંએ પિતાના વતી ગુજરાતને વહીવટ ચલાવવા નાયબ તરીકે અનુક્રમે રૂસ્તમખાન (૧૬૧૮-૨૨). અને રાજા વિક્રમજિત(૧૬૨૨-૨૩)ને નીમ્યા હતા.
રુસ્તમખાનને વહીવટ લેકપ્રિય નહોતો એવી છાપ અમદાવાદમાં રહેતા અંગ્રેજ વેપારીઓ, જે એના વહીવટથી અસંતુષ્ટ હતા, તેમની નોંધ પરથી જોવા મળે છે. ૧૬૨૨ માં રુસ્તમખાનને પરત બોલાવવામાં આવ્યો ત્યારે તેઓ ખુશ થયા હતા. ૧૯ રુસ્તમખાનની જગ્યાએ શાહજહાંએ પિતાના વિશ્વાસપાત્ર અને કાર્યદક્ષ અવિકારીઓ પૈકીના એક અધિકારી રાજા વિક્રમજિતને નાયબ તરીકે નીમે. પોતાના ટ્રક વહીવટ દરમ્યાન વિક્રમજિતે ઉત્તર ગુજરાતમાં પ્રવાસીએને ત્રાસ આપતા અને માથાભારે બનેલ કોળી લોકાના ઉપદ્રવને ડામી દેવા ચડાઈઓ કરી હતી. એણે પ્રાંતમાં ગાય અને ભેંસની કતલ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. એ પ્રતિબંધને અમલ એટલો કડકાઈથી થયેલું લાગે છે કે વેપારી-માલને ઢાંકવા કે પેક કરીને મોકલવામાં વપરાતા ચામડાની ભારે તંગી ઊભી થઈ હતી. શાહજહાંએ પિતા જહાંગીર સામે બંડ ઉઠાવ્યું ત્યારે મદદરૂપ થવા રાજા વિક્રમજિતને ગુજરાતમાંથી પાછો બોલાવામાં આવ્યો ત્યારે પણ અંગ્રેજો ખુશ થયા હતા. ૧૬૨૨ ના વર્ષમાં અમદાવાદના અંગ્રેજ વેપારીઓને હેરાનગત થયેલી હતી. ત્યાંની કેડીના અધ્યક્ષ નેથેનિયલ હેસ્ટીડનું અવસાન થતાં અમદાવાદના કોટવાલે કઠીને બધે માલસામાન તથા કડીમાં રહેતા અંગ્રેજ વેપારીઓ અને અધિકારીઓની અંગત ચાજો વગેરે કબજે કર્યા હતાં અને એમને સતાવ્યા હતા.
શાહજહાંની સૂબેદારી દરમ્યાન અમદાવાદમાં સાબરમતીને કાંઠે મહેલ સહિત ભવ્ય “શાહીબાગ” નામનો બગીચો બાંધવામાં આવ્યો.૨૦ શાહજહાંનું બંડ અને ગુજરાત
શાહજહાં બાદશાહ જહાંગીરને પ્રિય પુત્ર હતો અને બધા એને ગાદીવારસ ગણતા હતા, પરંતુ બેગમ નજહાંની ખટપટોને લીધે એને ગાદી ન મળે એવી સ્થિતિ સર્જાઈ હતી, એથી શાહજહાંએ વૃદ્ધ સરસેનાપતિ અબ્દુર્રહીમખાન અને બાદશાહતના ઘણા અગ્રગણ્ય અમીર-ઉમરાવના સાથ પર તથા પિતાના તાબા નીચેના ગુજરાત માળવા ખાનદેશ અને દખણના પ્રાંતોની સાધનસંપત્તિ પર આધાર રાખી પિતા સામે બંડ કર્યું. દિલ્હીની દક્ષિણે ૪૦ માઈલ દૂર બલુચપુરની જે લડાઈ થઈ (માર્ચ ૧૬૨૩) તેમાં જહાંગીર અને શાહજહાં સામસામે આવ્યા હતા. ગુજરાતને માજી સૂબેદાર અબ્દુલ્લાખાન, જે બાદશાહના પક્ષે હતો તે,