________________
૧૬]
મુઘલ મલ
[પ્ર.
૧૬૧૮). વટવા મહેમદાવાદ બાલાસિનોર થઈને મહી નદીના કાંઠે મુકામ કર્યો,
જ્યાં નવાનગરના ખંડિયા રાજા જામે આવીને ૫૦ ઘોડાઓની ભેટ ધરી પિતાની વફાદારી બતાવી. એ પછી દાહોદ આવી (માર્ચ ૧૦, ૧૬૧૮), ત્યાં મુકામ કરી પંચમહાલનાં જંગલોમાં હાથીઓને શિકાર કર્યો. અમદાવાદથી નીકળ્યા બાદ બાલાસિનોરમાં આવી પહોંચતાં જ એને સમાચાર મળ્યા કે કાશ્મીરમાં મરકીને રોગ નીકળ્યો છે. દાહોદમાં એને સમાચાર આપવામાં આવ્યા કે એ રોગ આગ્રામાં પણ શરૂ થયો છે, આથી જહાંગીરે આગ્રા જવાનું માંડી વાળી, અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે પ્રયાણ કર્યું (માર્ચ ૩૦, ૧૬૧૮). જહાંગીરે અમદાવાદમાં પુનઃ પ્રવેશ કર્યો (એપ્રિલ ૧૫, ૧૬૧૮), પરંતુ જે ડરથી તે આગ્રા ન ગયો તે જ ભય અમદાવાદમાં ઊભો થયો. અમદાવાદમાં પણ મરકીને રોગ દેખાયો અને જહાંગીર તથા શાહજહાં સહિત તમામને એની અસર થઈ. આ વખતે એનું રોકાણ લગભગ છ મહિના (એપ્રિલ-સપટેમ્બર ૧૬૧૮) સુધી રહ્યું, પરંતુ એ સમય ખૂબ ગરમી અને વરસાદને હતા. અમદાવાદમાં ધૂળથી ત્રાસી જઈ, મે મહિનાની સખત લૂ અને તાવથી નબળા પડી તથા રોગચાળાથી કંટાળી જઈ જહાંગીર શહેરની બીજી મુલાકાતને આનંદ લઈ શક્યો નહિ અને એણે એને “ગર્દાબાદ જેવું ઉપનામ આપ્યું. શહેરથી એ કંટાળ્યો હતો એમ છતાં એણે બાદશાહ તરીકેની સામાન્ય ફરજો બજાવી હતી. ગુજરાતમાં રહીને જહાંગીરે પડાવેલા રાશિવાળા સિક્કા એને શાસન દરમ્યાન બહાર પડાયેલા તમામ સિક્કાઓમાં ખૂબ સુંદર છે અને પ્રખ્યાત છે. ગુજરાતમાંથી બહાર પાડવામાં આવેલા જહાંગીર અને નૂરજહાંનું નામ ધરાવતા સિક્કા પણ એટલા જ મહત્વના છે.
જહાંગીરના દરબારમાં અંગ્રેજ એલચી સર ટોમસ રે લગભગ ત્રણ વર્ષ (ડિસેમ્બર ૨૩, ૧૬૧૫ થી સપ્ટેમ્બર ૨૪, ૧૬૧૮) રહ્યો. જો કે જહાંગીરે એની પાસેથી બધા પ્રકારની કિંમતી ભેટ સ્વીકારી અને કેટલીક માગી પણ ખરી, છતાં સર રોની ઇચ્છા મુઘલ બાદશાહ અને ઈંગ્લેન્ડના રાજા વચ્ચે વિધિસર કરાર કરવાની હતી, એ પ્રત્યે જહાંગીરે ઓછું ધ્યાન આપ્યું હતું. સુરતની જાગીર ધરાવતા શાહજાદા શાહજહાંએ તો સર ટોમસ રોને વખતોવખત નિરાશ કર્યો હતે. ૧૮ જહાંગીરનું આવું વલણ હતું છતાં એણે ઇંગ્લેન્ડના રાજાને પહોંચાડવા બે પત્ર સર ટોમસ રને આપ્યા હતા. જહાંગીરે આગ્રા પાછા ફરવા માટે અમદાવાદથી પ્રયાણ કર્યું (સપ્ટેમ્બર ૨, ૧૬૧૮) અને મહેમદાવાદ દાહોદ થઈ એ ઉજજન તરફ ગયો.