________________
૪૯૬]
મુઘલ કાલે
[પ્ર૧૫.
ધર્મ, તેમની ધાર્મિક વિધિએ રીતરિવાજો વગેરેની માહિતી આપી છે. હેત્રીને સુરતમાં એના નિવાસ દરમિયાન ઘણો ફાજલ સમય મળતો હતો કઠીમાં વેપાર માટે આવતાજતા જૈન વણિકના સંપર્કમાં રહેતા. તેઓની પાસેથી એ એમના સામાજિક રિવાજો, ધર્મ વગેરેની માહિતી મેળવતે. એવી રીતે સુરતમાં રહેતા પારસીઓ વિશે પણ સેંધપાત્ર માહિતી એકત્ર કરતે. ગુજરાતમાં પારસીઓનું આગમન કેવી રીતે થયું એ વિશેની એની નેધ ધ્યાનપાત્ર છે
પારસી પ્રવાસીઓના સાતમા કાફલાનું છેલ્લું જહાજ દરિયાકાંઠે પ્રવાસ કરતું કરતું ખંભાત જઈ પહોંચ્યું. ત્યાં પણ સંજાણને અને વરિયાવના રાજા સાથે કરેલા કરાર જેવો જે કરાર કરવામાં આવ્યું તેથી પારસીઓ ત્યાં રહ્યા. હેવી લોર્ડ જણાવે છે કે મૂળ આ ત્રણ પારસી વસાહત હતી,
જ્યાંથી પારસીઓ ગુજરાતના અન્ય ભાગોમાં ફેલાઈ ગયા. આ નિદેશ સૂચક છે. આ પ્રવાસી જણાવે છે કે એને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં સદીઓના વસવાટ દરમિયાન પારસીઓ પિતાની જાતિની પ્રણાલીઓ રીતરિવાજો વગેરે ભૂલતા ગયા. આથી ઈરાનમાં રહેતા એમના સહધમીઓએ જયારે આ વાત જાણી ત્યારે તેઓને પિતાના પૂર્વજોની કથા, ધર્મવચને, પૂજાવિધિ વગેરેથી માહિતગાર કરવા પ્રયાસ કર્યો. હેવી લોડની નેંધ માટે એટલું કહી શકાય કે પારસીઓના ધમ અને રિવાજ વિશે લખનાર તે પહેલો યુરોપીય વિદ્વાન હતો.
હેત્રી લોડ પછી આવેલા યુરોપીય પ્રવાસીઓમાં ઈટાલિયન પ્રવાસી પિએ ડેલા વાલેની નોંધ અગત્યની છે. ડેલા વાલેએ પિતાના પ્રવાસની કરેલી ને નેપ૮રમાં રહેતા પોતાના મિત્ર પર લખેલા પત્રમાં સચવાયેલી છે. એ નોંધમાં એણે ગુજરાતનાં મોટાં શહેરો અને ફિરંગી વસાહતના લોકજીવન તથા રીતરિવાજોનું ઝીણવટભર્યું વર્ણન કર્યું છે.
ભારતમાં વલંદા અને ફિરંગીઓની વસાહતોની જમાવટ કેવી રીતે કરવામાં આવી હતી એના સામાજિક પાસા વિશે ડેલા વલેએ રસિક માહિતી આપી છે. જે વલંદાઓ પોતાના કુટુંબકબીલા સાથે પૂર્વના દેશમાં જાવામાં આવેલા ડચ સંસ્થાન ન્ય બટેવિયામાં સ્થિર વસવાટ કરવા માગતા હોય તેમને રાજ્ય તરફથી કેટલાક વિશેષાધિકારો આપવામાં આવતા. જેઓ પત્ની તરીકે યુરોપીય સ્ત્રી મેળવી ન શકે તેમને ભારતીય, આર્મેનિયન અથવા સિરિયન સ્ત્રી પત્ની તરીકે મેળવી લેવાની છૂટ આપવામાં આવી હતી. એ સ્ત્રી ખ્રિસ્તી હોય અથવા વલંદાની પત્ની બનતાં પહેલાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે એ જરૂરી બનાવવામાં આવ્યું હતું. સુરતમાં ડેલા વાલે લગભગ એક મહિને દસ દિવસ રહ્યો તે