________________
પરિશિષ્ટ
યુરોપીય પ્રવાસીઓએ કરેલી નેં
ઈસવી ૧૬મીથી ૧૮ મી સુધીના સમયના લોકજીવનની ઝાંખી માટે આપણે સમકાલીન સાહિત્યકૃતિઓ તથા પ્રવાસગ્રંથો પર નજર નાખવી પડે છે. સદ્દભાગ્યે આ સમય દરમિયાન ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓના હેવાલ પરથી આ સમયના લેકેના સામાજિક, ધાર્મિક તથા આર્થિક જીવનને કેટલેક ખ્યાલ આવી શકે છે. જે યુરોપીય પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને જેમણે ગુજરાતમાં પ્રવાસ ખેડ્યો તે નીચે મુજબ હતાઃ
ઈ.સ. ૧૫૭૩ માં સીઝર ફ્રેડરિક ખંભાત અને સુરત આવ્યો હતો. એ પછી સુરતમાં અંગ્રેજ નાયબ કપ્તાન વિલિયમ હોકિન્સ (૧૬૦૮ થી ૧૬૧૩) હતો. એની સાથે વિલિયમ ફિન્ચ (૧૬૦૮–૧૧) પણ હતો. કિસ એને સુરત મૂકીને જતો રહ્યો. વિલિયમ ફિન્ચે સુરત શહેરનું વર્ણન કરેલું છે તેમાં તાપી નદી, ગોપી તળાવ અને કિલ્લા પાસે આવેલા જકાતગૃહને સમાવેશ થાય છે. વેપારી માલ પર અઢી ટકા, ખોરાકી ચીજો પર ત્રણ ટકા અને નગદી માલ પર બે ટકા જકાત લેવામાં આવતી હતી. ફિન્ચે રાંદેરનું પણ વર્ણન કર્યું છે.
સત્તરમી સદીના પહેલા બે દશકામાં ગુજરાતમાં અંગ્રેજોએ પિતાની વેપારી કાઠીઓ સ્થાપી વેપારની જમાવટ કરી દીધી હતી. ગુજરાતમાં આવેલા યુરોપીય પ્રવાસીઓ જે તે સ્થળે આવેલી અંગ્રેજોની કેડીએની મુલાકાત લેતા હતા.
એડવર્ડ ટેરી નામના અંગ્રેજે ભારતની મુલાકાત લીધી (૧૬ ૧૬–૧૯). એમણે ૧૬૧૭ માં અમદાવાદની અને બીજા વર્ષે સુરતની મુલાકાત લીધી હતી. ગુજરાતને સારા અને સંપત્તિવાળા રાજ્ય તરીકે ઓળખાવી એણે ત્યાંથી રાતા સમુદ્ર અચીન અને બીજા સ્થળોએ થતા વેપારને નિર્દેશ એવા અહેવાલમાં કર્યો છે.'
૧૬૨૪માં સુરતની અંગ્રેજ કાઠીમાં પાદરી તરીકે રેવ. હેન્રી લોર્ડ આવ્યું. એણે ઇંગ્લેન્ડ પાછા ફર્યા બાદ એક નાનું પુસ્તક– A Display of Two Foreign Sects in the East Indies (1630) પ્રગટ કર્યું એમાં એણે સુરતના વણિકો અને એમાં પણ ખાસ કરીને જૈન વણિક અને પારસીઓના