________________
૧૪ મું]
શિલ૫તિએ
[૪૭
૧૭ મી સદીની પાટણની ગજલક્ષ્મીનાં સુંદર શિલ્પવાળી અને રંગ કરેલી ત્રિકોણાકાર શિ૯૫૫ફ્રિકા પણ વડેદરા મ્યુઝિયમમાં સચવાયેલી છે. એમાં દેવીના અલંકારે, મુકુટ વગેરે પર મુઘલ કલાનાં તત્ત્વ સ્પષ્ટ જોઈ શકાય છે. ૨૪
મદલ અને સ્તંભશીર્ષ પણ સ્થાપત્યનાં મહત્ત્વનાં અંગ છે. આથી કારીગરોએ એને પણ વિભિન્ન પ્રકારનાં શિલ્પ, જેવાં કે ફૂલ વેલ અને ભૌમિતિક આકૃતિઓ હાથી મેર જેવાં પ્રાણ-શિપ કે દેવાંગનાઓનાં શિલ્પ દ્વારા સુશોભિત કર્યા છે. ગુજરાતમાં મળી આવતા કાષ્ઠશિપવાળાં મકાને કે મંદિરમાં આ પ્રકારનાં અનેક કલાત્મક મદલ જોવા મળે છે. એમાં હળવદને જને રાજમહેલ, શ્રી ગૌતમ સારાભાઈનું હાસેલનું મકાન, ખેડાની શ્રી લક્ષ્મીરામ ધનેશ્વરની હવેલી વગેરેનાં તંભશીર્ષ તથા મદલે ઉત્તમ પ્રકારની વિવિધ આકૃતિઓથી સુશોભિત છે.૨૫
ખેડાની શ્રી લક્ષ્મીરામ ધનેશ્વરની હવેલીની દ્વારશાખાના ઉત્તરાંગ પર મધ્યમાં શ્રી ગણેશ તથા આજુબાજુ કલાત્મક ચામરધારિણી અને અભિષેક કરતા બે હાથીઓનાં સુંદર શિલ્પ નજરે પડે છે. ફૂલેવેલની આકૃતિઓ, કલાત્મક ટોડલા તેમજ સુંદર ભૌમિતિક રૂપાંકનવાળી છત વગેરે પણ ધ્યાન ખેંચે છે. ૧૮ મી સદીના પ્રારંભમાં આ હવેલીની રચના થયેલી છે. ૨૪
૧૮ મી સદીના પ્રારંભમાં નિર્માણ પામેલ પાટણની એક હવેલીને ભાગ શિલ્પસ્થાપત્યને અભુત નમૂનો પૂરો પાડે છે. એના સ્થાપત્યનું દરેક અંગ-સ્તંભ શીષ કુંભી છત દ્વારશાખ મલે પાટડા વગેરે વિભિન્ન પ્રકારનાં શિલ્પોથી અને બારીક કતરણીથી ભરપૂર છે, જેમાં હવા-ઉજાસ માટેનો નકશીદાર જાળીઓનું કોતરકામ કલાની ચરમસીમારૂપ છે. ૨૭
અમદાવાદમાં નીશાપોળમાં આવેલ જગવલલભ પાર્શ્વનાથ મંદિરનું સ્થાપત્ય હવેલી પ્રકારનું છે. એને આગળનો ભાગ, ખાસ કરીને એની બારીઓ વેલબુટ્ટાની આકૃતિઓ તથા વિવિધ પ્રકારનાં શિલ્પરૂ પાકનેથી સમૃદ્ધ છે. એના પાટડા પર હાથાના મુખવાળાં શિપિની સુંદર પટ્ટી છે. ૨૮
અમદાવાદમાં રાયપુરમાં ધોબીની પોળમાં આવેલા ડે. ચંદ્રકાંત શંકરલાલના મકાનની કલાત્મક બારી નીચે મયૂર–મુખરિવાળી સુંદર પટ્ટિકા તથા પુષાંકિત આકૃતિઓવાળી તેરણાકાર પદિકા કલાત્મક રીતે કરવામાં આવી છે. ૨૯ :
સુરતના ચિંતામણિ દેરાસરના વિભિન્ન ભાગ ઉત્તમ પ્રકારની કોતરણી અને કાષ્ઠશિપોથી સમૃદ્ધ છે. એમાં પાર્શ્વનાથના અલંકૃત તોરણવાળા ગવાક્ષ, દ્વારશાખ માલ વગેરેનો સમાવેશ થાય છે. આ શિલ્પ ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં
જણાય છે. ૩૦