________________
-૪૭૬]
મુઘલ કાલ
(
બીજા કાન સુધી ગળાઈવાળા અને એના પર સુંદર તોરણાકાર રૂપાંકનવાળા મુકુટ ધ્યાન ખેંચે એવા છે. મુઘલ શૈલીમાં ચિત્રોનાં –ખાસ કરીને શ્રીકૃષ્ણનાં ચિત્રોમાં મુકટ પર આ પ્રકારની ભાત જોવા મળે છે. પ્રાચીન ગુજરાતી શૈલીમાં પખવાજ બંસરી વગેરે પરંપરાગત વાજિંત્ર જોવા મળે છે, જ્યારે અહીં ગાયક–ગાયિકાઓના હાથમાં શરણાઈ તંબૂર તબલાં વગેરે નવીન વાજિંત્ર જોવા મળે છે, વસ્ત્રોમાં પણ મુઘલ પિોશાકની અસરવાળા પાયજામા અને ઘૂંટણ સુધીના સ્કર્ટ, લટકતી સેવાળાં એરિંગ, પાઘડી વગેરે નજરે પડે છે. માનવશિલ્પોની દેહરચના તથા હાવભાવમાં પણ પરિવર્તન માલુમ પડે છે. શિપમાં શાસ્ત્રીય વિધાનનો અભાવ અને લોકકલા તથા સ્થાનિક તની અસર વરતાય છે. દેહરચનામાં પ્રમાણમાપ જળવાયાં નથી. મોટા ચહેરા અને મેટી વિસ્ફારિત આંખો એ આ સમયમાં માનવ આકૃતિ કા–શિલ્પની વિશેષતા છે. ૨૧
વડોદરા મ્યુઝિયમમાં લાકડાની દ્વારશાખાને ઉત્તરાંગને એક ભાગ સચવાયેલું છે તેની રચના લગભગ ૧૭મી સદીના પૂર્વાર્ધમાં થયેલી છે. એમાં નેમિનાથ રાજિમતી સાથે લગ્નસવ અને એમનાં સંસારત્યાગના કથાનકવાળી કલામય સુંદર શિ૯૫૫દિકા નજરે પડે છે. નીચેના ભાગમાં પદ્માસનસ્થ સાત તીર્થકરોનાં શિ૯૫ કોતરવામાં આવ્યાં છે. છેક ઉપરના ભાગમાં વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થઈ તીર્થકરની અવસ્થાએ પહોંચતા નેમિનાથનું કરુણમય શિલ્પ, પાંખેવાળા દેવતાઓ, વાજિંત્રો ધારણ કરેલી સુરસુંદરીઓ વગેરેનાં શિ૯૫ ધ્યાનપાત્ર છે. આ કલાકૃતિને મૂલવતાં શ્રી ગએલ્સ જણાવે છે કે વ્યક્તિગત શિક્ષો તથા સામૂહિક શિપની રચનાની બાબતમાં કલાકારે લીધેલી છૂટ નોંધપાત્ર છે. આ કૃતિનાં કેટલાક શિલ્પ, જેવાં કે દેવતાઓનાં ઊડતાં બે શિની રચનામાં કલાકારે
સ્પષ્ટતઃ મધ્યકાલીન કલામાંથી પ્રેરણા લીધી છે, જ્યારે ધાર્મિક પ્રસંગવાળી શિલ્પપટ્ટિકામાં સ્ત્રીપુરુષોનાં સુરવાલ જામા પાઘડી તથા અન્ય પહેરવેશ વગેરે
અકબરના દરબારમાનાં દરબારીઓના પોશાક જેવા દેખાય છે. વાજિંત્રો ધારણ કરેલી બે દેવીઓનાં પાંખેવાળાં શિલ્પ પણ મુલકલાની અસરવાળાં છે. આમ આ કૃતિમાં મધ્યકાલીન શાસ્ત્રીય શિલ્પશૈલી અને મુઘલ શૈલીને સમન્વય કરવાને રતુત્ય પ્રયાસ જોવા મળે છે. ૨૨
અમદાવાદની શામળાની પિાળમાં આવેલું શ્રી પાર્શ્વનાથ મંદિર ઈ.સ ૧૬૫૩ માં નિર્માણ પામ્યું તેમાં લાકડામાં કતરેલાં તીર્થકરેનાં જન્મ-મહેસૂવાદિ દો તેમજ પૂતળીઓ અને કલાત્મક ટેકાઓ નજરે પડે છે. કાષ્ઠકલાની કારીગરીના ઉત્તમ નમૂના તરીકે આ મંદિર ખરેખર જોવાલાયક છે. ૨૩