________________
૪૬૮ ]
સુઘલ કાલ
[".
જતી શિપશૈલીનાં લક્ષણ સ્પષ્ટ કરે, છતાં આ સમયની પ્રતિમાએમાં આને ઉત્તમ કક્ષાની પ્રતિમા ગણી શકાય.
ઇડરની રણમલ ચાકીના ગવાક્ષમાં નૃત્યગણેશનું એક ભારવાહી શિપ આવેલુ છે. એમની નૃત્યમુદ્દામાં ગતિશીલતા લાવવામાં કલાકારને સળતા મળી છે. દ્વાર, કટિમેખલાથી બાંધેલું કટિવસ્ત્ર અને પાત્રડી જેવા ગેાળ મુકુટ વિશિષ્ટ છે. ગણેશની નીચે એમનું મૂષકવાહન લઘુ કદમાં કડારેલુ છે.
હડાદ(તા. ખેડબ્રહ્મા) માં ધોરી માર્ગ પર એક મકાનઘાટનું મંદિર આવેલું છે તેના મેદાનમાં દીવાલ પાસે ત્રિમુખ બ્રહ્માજીની આ સમયની પ્રતિમા પડેલી છે. એમની મુખાકૃતિ લંબગાળ અને ક ંઈક વિચિત્ર આકારની લાગે છે. એમના જમણા હાથમાં સુત્ર અને અક્ષમાળા, ડાબા હાથમાં પુસ્તક અને કમંડળ ધારણ કરેલ છે, જે ધાટ વગરનાં છે. શરીરનાં અંગ પણ પ્રમાણસર નથી. દાઢી મુઘલ ઢબની કાન સુધી લંબાયેલી દેખાય છે, જટામુકુટ પણ્ સામાન્ય છે. એક દરે બ્રહ્માજીની પ્રતિમા કઢંગી અને ચેતન વગરની જણાય છે. તરફ એવી જ આકૃતિવાળા એ સેવÈાનાં તથા હંસનાં શિલ્પ કડારેલાં છે. આ કાલમાં શિલ્પકલાના કેટલા હાસ થયા અને સ્થાનિક તત્ત્વાતી એના પર કેવી અસર પડી એના નમૂના રૂપ આ પ્રતિમા ગણી શકાય.
તે
ગારાલ (તા. ઈડર, જિ. સાબરકાંઠા) ગામમાં શામળાજીનું મંદિર આવેલુ છે તેમાં મરકત શિલામાંથી ધડેલી ૯૭ સે.મી. ઊંચી વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની પ્રતિમા સ્થાપેલી છે(આ. ૪૨). એમણે ચાર હાથમાં પદ્મ ગદા ચક્ર અને શંખ ધારણ કરેલ છે. બાજુમાં પાઘડી પહેરેલા છે સેવક ઊભા છે. આ પ્રતિમાનાં અંગ— ઉપાંગ સહિત હાથનાં આંગળાં અને પામાં પ્રમાણમાપના કોઈ ખ્યાલ રખાયે નથી. કાનનાં કુંડળ ધાતુની દીપકન્યાએના કાનમાં જોવા મળે છે તેવાં કડી જેવાં જણાય છે. મુકુટ પણ ઊંચા નળાકાર જેવા ધારણ કરેલા છે.
ખંભાતના મહાલક્ષ્મી મંદિરમાં સફેદ આરસની લક્ષ્મીજીની મૂર્તિ (અ. ૪૩) આ સમયન છે. એમની શરીરરચનામાં પ્રમાણમાપના કાઈ ખ્યાલ રખાયે। નથી. હાથપગ શરીરના પ્રમાણમાં ઘણા લાંબા છે. ગળાના હાર, હાંસડી, પગનાં કલ્લાં, મુલલ ચિત્રશૈલીમાં આવતા મુકુટ જેવે મુકુટ, કરબદ્ધ અવસ્થામાં નીચે તે બાજુ પાઘડી પહેરીને બેઠેલા સાધુએ વગેરેમાં મધ્યાત્તરકાલીન શિલ્પકલાનાં લક્ષણ તરી આવે છે. મૂર્તિની આસપાસ લંબચેારસ ઘાટના દશાવતારના પટ્ટવાળા પરિકર છે,
વાડજ–અમદાવાદમાં કાશ્મીરા મહાદેવમાં ગરુડારૂઢ શ્રીશ્મીનારાયણુની યુગલમૂર્તિ આવેલી છે. પણકાર ચહેરા, અલંકારા પર ખાસ કરીને ગળાના હારમાં,