________________
૧૪મું]
શિe૫તિએ
(૪૬૭
વિંઝાણ(તા. અબડાસા)ના રખેશ્વર મહાદેવના ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગ અને સામી દીવાલના ગોખમાં પાર્વતી અને ગણપતિની મૂર્તિઓ આવેલી છે. મંડેવર પર શિલ્પથરો તથા પૌરાણિક આકૃતિઓ કંડારેલી છે. મુખ્ય ઘૂમટને વિતાન ઉદિત પ્રકારને પાકાર છે તેમાં આઠ કહાન અને આઠ ગોપીઓની સુંદર પૂતળીઓ નજરે પડે છે. બાજુના બે મંડપ પૈકી એકમાં હનુમાનની અને બીજામાં મહિષાસુરમર્દિનીની કદાવર પ્રતિમાઓ સ્થાપેલી છે.
નારાયણ સરોવર(કચ્છ)ના ત્રીકમરાયજીનું મંદિર વિ.સં. ૧૭૯૦(ઈ.સ. ૧૭૩૪)માં કચછના મહારાવ દેશળજીનાં પટરાણી મહાકુંવરબાએ બંધાવેલ અને એ જ વર્ષમાં ચતુર્ભુજ ત્રીકમરાયજીની મુખ્ય મૂર્તિ એમાં પ્રતિષ્ઠિત કરાવેલ. પારેવા પથ્થરની આ મૂર્તિમાં સમભંગાવસ્થામાં ઊભેલા દેવની ડાબી તરફ વિષ્ણુના જય-વિજય નામના અનુચર છે. મૂર્તિના ચાર હાથમાં અનુક્રમે પદ્મ ગદા ચક્ર અને શંખ છે. વિષ્ણુનાં એવી સ્વરૂપે પૈકીનું આ ત્રિવિક્રમનું સ્વરૂપ ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. મૂર્તિની પીઠિકા નીચે દેઢેક ફૂટ ઊંચી વિરાસનમાં અંજલિ મુદ્રામાં ગરુડની મૂર્તિ છે. ડાબા પગમાં થઈને પેટ સુધી જાડેલા હાથની નીચે લાંબે સપ છે. એની ફેણ જોડાયેલા હાથ નીચે આવે છે. ગરુડની મૂર્તિના શિલ્પકામ પર કાષ્ઠકલાની અસર જણાય છે એ નોંધપાત્ર છે. આ ત્રીકમરાયજીના મંદિર પાસે લક્ષ્મીનારાયણનું મંદિર આવેલું છે તેમાંની શ્યામ પાષાણની લક્ષ્મીનારાયણની યુગલમૂતિ પણ આ આ જ સમયમાં સ્થપાયેલી છે. આ ઉપરાંત ત્યાં આવેલાં બીજા દ્વારકાધીશજી આદિનારાયણ ગોવર્ધનરાયજી રણછોડરાયજી તથા લક્ષ્મીજી વગેરેનાં મંદિરમાંની સેવ્ય પ્રતિમાઓ પણ આ જ સમયની છે. આ પ્રતિમાઓમાં દ્વારકાધીશજી અથવા રણછોડજીની પ્રતિમા બીજે બધે હોય છે તેમ ચતુર્ભુજ ત્રિવિક્રમ સ્વરૂપની છે. આદિનારાયણ અને ગોવર્ધનનાથજીની પ્રતિમાઓ પણ ત્રિવિક્રમ સ્વરૂપની છે, જ્યારે લક્ષ્મીજીના મંદિરમાં લક્ષ્મીજીની ચતુર્ભુજ પ્રતિમા છે. આ બધી જ મૂર્તિઓ કાળા પદાર આરસની છે.
મિરાતે અહમદી' મુજબ અમદાવાદનું અસારવાનું નીલકંઠ મહાદેવનું મંદિર આ સમય દરમ્યાન બંધાયું છે, જેમાં એક દશભુજ ગણેશની ઊભી પ્રતિમા આવેલી છે (આ. ૪૧). એમના હાથમાં બીજેરું ગદા બાણ અંકુશ ચક્ર પાશ ધનુષ, દંત વગેરે નજરે પડે છે. પેટ પર સપબંધ છે. કમર ફરતે વસ્ત્ર વીંટળાયેલું દેખાય છે. ડાબે પડખે સિદ્ધિ કે બુદ્ધિ દેવીની ઊભી લધુ પ્રતિમા છે. જમણી તરફ નીચે એમના વાહન ઉંદરનું પણ શિ૯૫ છે. ગણેશનો જટામુકુટ, ઉપવસ્ત્ર, દેવીનાં વસ્ત્રાલંકાર, બંનેના ચહેરાના આકાર વગેરે આ સમયમાં ઊતરતી