________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારો
કણદાર મિનારા કરેલા છે. અહીં બીજી કેટલીક સાદી કબર પણ જોવા મળે છે. આ પૈકીની એક કબર પર આર્મેનિયન સન ૧૧૭૭ (ઈ.સ. ૧૬૨૮-૨૯)ને લેખ હતો.પ૦ આગ-બગીચા
સુરતમાં અંગ્રેજોએ ૧૬૨૬ થી બરાનપુરી ભાગળ પાસે બાગબગીચા કરાવવા માંડેલા. એમાં સફાઈબંધ રસ્તા કરેલા હતા અને રસ્તાની બંને બાજુએ વૃક્ષ
પેલાં હતાં. એમાં મિ. પ્રાઈસનો બાગ પ્રસિદ્ધ હતો. વલંદાઓએ પણ પિત નો એક બાગ કરાવ્યો હતો. ઔરંગઝેબની બહેને બેગમપરામાં કરાવેલી બેગમવાડી પ્રસિદ્ધ હતી. ૧૫ એકરમાં ફેલાયેલે આ બાગ સુરતને સૌથી મોટો બાગ હતો. ફૂલફળથી લચેલાં વૃક્ષોવાળો એ બાગ ૧૭૭૦ માં બિસ્માર થઈ ગયો હતો.૫૨ સુરતમાં સલાબતપુરામાં આવેલો મુહમ્મદી બાગ ઈ.સ ૧૭૩૬ માં તેગબેગ ખાને બંધાવ્યો હતો. આ બગીચાને ફરતાં મકાન બાંધેલાં હતાં, જેમાં ન બની બેગમે રહેતી હતી. એમાં કેટલાક હજ હતા, જે પૈકીના ૧૫૦ ફૂટ ૮૭૫ કુટના (૪૫-૭૪૨૨૮ મીટર) મોટા હાજમાંથી ઊંચા ફુવારા ઊડતા હતા એ હોજની નીચે સંકટ સમયે ખપ લાગે એ માટે તેગબેગખાને મોટો ખજાને ભંડારી રાખ્યું હતું એમ કહેવાય છે. બાગમાં દેશપરદેશમાંથી મંગાવેલાં લીલા અને સૂકા મેવાનાં ઝાડ-છોડ રોપાવ્યાં હતાં. ફૂલોથી લચેલો આ બગીચે ‘ઉમદા તુક ગાલીચા” જેવો લાગતો. આ શોભાયમાન બાગ ઈ.સ. ૧૭૭૪માં માવજતના અભાવે બિસ્માર બની ગયો. તેગબેગખાને મુહમ્મદી બાગ ઉપરાંત વરિયાવી દરવાજા બહાર ઈલાહી બાગ કરાવ્યો હતો.
ગુજરાતના સૂબેદાર શુજાતખાનના અમલ દરમ્યાન કમાલખાને ઈ.સ ૧૬૯૩-૯૪માં પાલનપુરમાં શહેરની પૂર્વમાં દિલખુશ બાગ કરાવેલ. આ બાગ આજે પણ જીવંત છે. એને ફરતો કોટ કરે છે. એમાં મુઘલ શૈલીના સંખ્યાબંધ ફુવારા કરેલા છે. એ જમાનામાં વાવેલાં ૨૭૫ વર્ષ જૂનાં બોરસલ્લીનાં ઘટાદાર વૃક્ષો હજી પણ ઊભાં છે. પાલનપુરના નવા માટે આ બાગ પેઢીઓ સુધી મુખ્ય વિહારધામ રહેશે. બાગના પ્રવેશદ્વાર પર એ કરાવ્યા અંગેને ફારસી લેખ ધરાવતી તકતી જડેલી છે.
ખંભાત શહેર બહાર નારેશ્વર તળાવ પાસે આવેલ પ્રસિદ્ધ લાલબાગ મીરઝા બાકરે ઈ.સ. ૧૭૪૭ માં કરાવેલ.૫૪ બાગમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં સામ-સામે એક એક મુલાઈ શૈલીનાં ઊંચા સ્તંભ અને ઊંચા પ્રવેશદ્વારવાળાં મોટાં મકાન કરેલાં હતાં. બંને મકાનોની સંમુખ મુઘલાઈ ઢબના હેજ કરેલા હતા.