________________
જર૦]
મુઘલ કેલ
પ્રિ
ખંભાતમાં અંગ્રેજોની કાનું મકાન જળવાયું છે. આ મકાન ૧૬૧૩ માં બંધાયું છે. એ પ્રાચીન કુમારિકાદેવીના મંદિરના સ્થાન પર બંધાયેલું હોવાનું મનાય છે. કઠીનું મકાન અંદરથી કિલ્લા જેવું છે. એના ઓરડા ઠંડકવાળા સારા મોટા અને સુવિધાવાળા છે. બ્રિટિશકાળમાં એમાં યુરોપીય મુસાફરો ઊતતા. હાલમાં એને ઉપયોગ સરકારી કચેરી તરીકે થાય છે.'
૧૬૧૪ માં સુરત આવેલા વલંદાઓએ પણ અંગ્રેજો જેવી ભવ્ય કેઠી સ્થાપી હતી. આ કાઠી “વલંદા બંદર' નામે ઓળખાતી. એ તાપી નદીના કિનારે શહેરપનાહ અને આલમ પનાહ વચ્ચે આવેલી હતી. આજે એ જગ્યા નાનપુર વિસ્તારમાં આવેલી છે. ૪૭
વલ દાઓએ ભરૂચમાં ઈ.સ. ૧૭૦૦ માં બાંધેલી કાઠીનું ભવ્ય મકાન કંસારાવાડ પાસે જોવા મળે છે. ફરતો કોટ ધરાવતી આ ઇમારતને રવેશ સરસ કાષ્ઠશિપ ધરાવે છે. ચોકમાં એક સૂર્યઘડિયાળ હતું, જેનો ઉપયોગ ઈ સ. ૧૭૦૦ થી ૧૭૭૨ ના વલંદા વસવાટ દરમ્યાન થતું. આ કેઠીની સ્થાપના અને એના મુખ્ય સ્થાપક થિએનમેન જાઝ ગ્રેનનું નામ સૂર્યઘડિયાળ પર કતરેલ છે. આજે એ મકાન ખાનગી ઉપયોગમાં છે અને એના માલિકે એને મોટો ભાગ યુનિયન હાઈસ્કૂલને વાપરવા ભાડે આપે છે. ૪૭ કબર-સ્મારક
સુરતમાં કેટલાક નામાંકિત અંગ્રેજ અધિકારીઓની કબરો કતારગામ જવાના રસ્તે જમણી બાજુ એમના કબરસ્તાન પાસે આવેલી છે. આ કબરો વિશિષ્ટ પ્રકારના ગુંબજ અને મિનારા ધરાવે છે. એમાં ક્રિસ્ટોફર કૂર્નાદન (મૃ. ઈ.સ. ૧૬૫૯)ની એક ભવ્ય મિનારાવાળી કબર અને એના ભાઈ જ્યોર્જ એફસ્નાન (મૃઈ.સ. ૧૬૬૮)ની બે મજલાવાળો મિનારો ધરાવતી કબર નેંધપત્ર છે. ૮
સુરતમાં વલંદાઓની કબરો પૈકી બેરન વેન રીદની કબર ઉપલી અંગ્રેજ કબરો કરતાં ચડિયાતી જણાય છે. એમાં ઉપર પડાળી અને નીચે રવેશ કાઢેલ છે. એના થાંભલાઓ પર ફૂલવેલનાં મનોહર રૂપાંકન કરેલાં છે. મકાનને સજાવવામાં બધે છૂટે હાથે નકશીકામ કરેલું જોવા મળે છે. ૪૯
અમદાવાદમાં પણ ૧૭ મી સદીની વલંદા કબરો કાંકરિયા તળાવના “વન– દ્રી હિલગાર્ડન પાસે જોવા મળે છે, અલબત્ત, આ કબરો સાદી છતાં ભવ્ય છે (આ. ૨૪). એ પૈકી બે પર ઘુંમટ કરેલા છે, જ્યારે ત્રણ પર શંકુ આકારના