________________
૪૧૬]
મુઘલ કાલે
[
..
જૂજ મકાનો કાળબળ સામે ટકીને અત્યારે ઊભાં છે. એમાંનાં કેટલાકના વખતોવખત થયેલા સમારકામને લઈને એનું મૂળ સ્વરૂપ પણ બદલાઈ ગયું છે. અહીં કેટલાંક નામાંકિત બાંધકામોને ઉલ્લેખ પ્રસ્તુત છે.
શાહજહાંના સૂબેદારી (ઈ.સ. ૧૬૧૮-ર૩) દરમ્યાન એના વતી વહીવટ. કરતા નાયબ રુસ્તમખાન અને વિક્રમાજિતના સમયમાં એ શાહજાદાના હુકમથી અમદાવાદના મકસુદપુરમાં સાબરમતને કાંઠે બાગ અને મહેલ માટે જમીન ખરીદવામાં આવી. એમાં કરેલ બાગ શાહીબાગને નામે અને મહેલ શાહીબાગ–મહેલ તરીકે પ્રસિદ્ધ પામ્યો (આ. ૨૧-૨૨). શાહીબાગ વિશેની વિગતો આ પ્રકરણમાં ઉપર અપાઈ છે. મહેલ માટે નદીના પટથી બગીચાના સ્તર સુધી મજબૂત પુસ્તો બાંધેલ છે. મહેલ માટે પાયો ઘણે ઊંચે લઈ એના પર ધાબું કરેલું છે, જેને નીચેથી અનેક સ્તંભ ટેકે આપે છે. નીચે બનેલા તહખાનાનું બધું બાંધકામ કમાનાકારમાં કરવામાં આવ્યું છે. એમાં અનેક નાના નાના ઓરડા કરેલા છે. એ ઓરડાઓ ઉતારાઓ માટે અને નોકરચાકરોને રહેવા માટેના છે. આ તહખાનાને ફરતી કૃત્રિમ નહેર કરેલી છે, જેમાં વચ્ચે વચ્ચે ફુવારાઓની રચના કરેલી છે. નહેર અને સતત ઊડતા ફુવારાઓથી ગરમ ઋતુમાં હવામાન ઠંડું રાખી શકાતું. તહખાના ઉપરનું ધાબું મહેલ માટેની ફરસ અને એને ફરતા ઓટલાની ગરજ સારે છે. એના પર જવા માટે નહેર પર પથ્થરનો નાનો પૂલ કરે છે. મધ્યમાં ઊભો કરેલા બે મજલાવાળો મહેલ ભવ્ય લાગે છે. નીચેના મજલામાં મધ્યમાં વિશાળ બેઠક ખંડ છે. એની દીવાલો પરનું ચૂનાનું પ્લાસ્ટર સંગેમરમર જેવું સફેદ સુવાળું અને એ પદાર છે. એની છત પર નાના નાના ખડ પાડીને એમાં એવી સરસ રીતે ચિત્રકારી કરી છે કે જાણે એ છત પર અમૂલ્ય ઈરાન ગાલીચે પાથર્યો હોય એવો ભાસ થાય છે. આ મધ્ય ખંડને ચાર ખૂણે ચાર અષ્ટકૅણ એારડા અને એવી રીતે ઉપરના મજલે પણ ચાર અષ્ટકૅણ ઓરડા મળીને રહેણાંક માટે કુલ આઠ ઓરડાઓની વ્યવસ્થા કરેલી છે. આ બધા ઓરડાઓની દીવાલ પરનું લાસ્ટર પણ સફેદ સુંવાળું અને ચમકદાર છે. એની છતો પર સફાઈપૂર્વક નકશીકામ કરેલું છે નીચલા દરેક ખંડમાંથી એક એક ઝરૂખો બહાર કાઢે છે. ઉપલા મજલે જવા માટે પથ્થરની સીડીઓ કરેલી છે. સીડી ચાર ચાર કમાનોથી ટેવાયેલા છાવણવાળી છે. છાવણનો ઘાટ ઉપરથી છત્રી જેવો લાગે છે. ઉપલા ચાર એારડાઓની વચ્ચેના ખંડની ફરસ ઉપસાવીને પીઠિકા કરેલી છે. સમગ્ર મહેલની દીવાલ પણ સારા ચૂનાથી છાયેલી હોવાથી આરસ જેવી લાગે છે. મહેલમાંથી છેક નદીના પમાં ઊતરાય એવી રીતે