________________
૧૩ મું]
સ્થાપત્યકીય સ્મારક
જૂનાગઢ : “તારીખે સેરઠમાં જણાવ્યા પ્રમાણે જૂનાગઢ શહેરને ફરતે કિલો ઈ.સ. ૧૬૩૩ માં મુઘલ સૂબેદાર ઇસાખાને બંધાવેલો અને એમાં ૧૧૪ બુરજ અને નવ દરવાજા હતા. એમાં પાંચ બંધ રહેતા ને ચાર ખુલ્લા રહેતા; એ પછી .સ. ૧૯૬૧ માં મીરઝા ઇસાતરખાને એ કિલ્લે નવેસરથી કરાવ્યો, પરંતુ શંભુપ્રસાદ દેશાઈ જણાવે છે તેમ ઈ.સ. ૧૬૩૩ માં સૂબેદાર ઈસાકરખાન હતો. પણ ઈ.સ. ૧૬૧ માં તો એ પદ પર કુબુદ્દીન પેશગી હતો. એટલે નામમાં (તારીખે સોરઠના કર્તાની) કંઈ ભૂલ જણાય છે. એમ લાગે છે કે જૂનાગઢને જને કોટ હતો. મુઘલ કાલમાં એ કિલ્લાનું સમારકામ થતું રહેતું હશે અને વિસ્તાર પણ વધતો રહ્યો હશે. ઉત્તરકાલમાં આ કિલ્લામાં ઘણા ફેરફાર થયા છે.૩૨
ખંભાત : ખંભાત શહેરને ફરતો કેટ અકબરના સમયમાં ખંભાતના મુત્સદ્દી કલ્યાણરાયે ઇટ અને ચૂનાથી બંધાવ્યો હોવાનું 'તુઝુકે જહાંગીરીમાં નોંધાયું છે,૩૩ પરંતુ જૂનો કાટ કાઢી નાખીને નવેસરથી કોટ બંધાયા હોવાનું જણાતું નથી, આથી તુઝુકને ઉલેખ સંભવતઃ મોટા પાયા પરનું સમારકામ સૂચવે છે.
ખંભાતમાં અકબર પડેલવહેલો આવ્યો ત્યારે એ દરિયો જેવા ગયો. બાદશાહની આ મુલાકાતના સ્મરણમાં અકબર પરું વસ્યું. ત્યાં અકબરે મૂકેલા હાકેમ હસનખાને એને સ્મૃતિમાં ત્રણ દરવાજા બંધાવ્યા હોવાનું મનાય છે. ૩૪ આ ત્રણ દરવાજા અમદાવાદના ત્રણ દરવાજાની નકલરૂપ કરવામાં આવ્યા હતા. પાછળથી એના મધ્યના ઊંચા દરવાજા પર ઈ.સ. ૧૮૯૧ માં ૫૦ ફૂટ ઊંચું ટાવર કરીને એમાં ઘડિયાળ મૂકવામાં આવેલું. આ દરવાજા (આ. ૨૦) સમુદ્ર તરફ જતાં બજારમાં આવે છે, જો કે આ ત્રણ દરવાજા પરનો ઈ.સ. ૧૫૮૪ નો લેખ સૂચવે છે કે ત્રણ દરવાજાનું આ વખતે સમારકામ થયું હતું. વસ્તુતઃ ખંભાતનાં માણેકચોક અને ત્રણ દરવાજા અકબરના સમયથી પ્રાચીન હોવાનું જણાય છે.૩૫
ખંભાતમાં બાદશાહ જહાંગીરના નામ પરથી જહાંગીરપરું વસ્યું.
કડી : ગુજરાતના સૂબેદાર મુર્તઝાખાને ઈ.સ. ૧૬૦૯-૧૦માં કડીમાં લશ્કરી દૃષ્ટિએ કિલ્લે બંધાવ્યો હોવાનું એના પરના લેખથી સ્પષ્ટ થાય છે.૩૪ ખાનગી અને જાહેર મકાને
મુઘલ કાલમાં સુબેદાર ફોજદારે અને અન્ય ઉમરાવોએ ખાનગી અને જાહેર ઉપયોગ માટે મહેલ સરાઈ હમામખાના મંડપ વગેરે કરાવ્યાં હોવાના તત્કાલીન અભિલેખોમાંથી સંખ્યાબંધ ઉલ્લેખ મળે છે, પરંતુ એ પૈકી બહુ