________________
3}]
સુઘલ કાલ
灯
ખાલા શક્તિના પરમ ભક્તિ અને દેવી માગના કાર્યને સમજનાર વલભ ભટ્ટ અથવા વલ્લભ ધાળાના જન્મ ઈ. સ. ૧૫૮૪ માં થયા હતા, એને મન પણ દેવીસ્વરૂપની ભાવના સ્થૂલ નહિ, પરંતુ સૂક્ષ્મ રૂપની હતી. દેવીભક્તિનાં કાવ્ય રચનાર ગુજરાતી કવિઓમાં એ સર્વોત્તમ છે.૧ ૧
‘હંસવિલાસ'ના કર્તા મીઠુ મહારાજ (ઈ. સ. ૧૭૩૮–૧૭૯૧) ગુજરાતમાં શાક્ત સ`પ્રદાયનાં તત્ત્વચિંતક તેમજ ઉત્તમ ગુજરાતી કવિ થઈ ગયા. એમણે સંસ્કૃત અને ગુજરાતીમાં રચના કરી છે તથા શંકરચાકૃત દેવીસ્તાત્ર “સૌન્દર્યલહરી” અથવા “શ્રીલહરી”ના શિખરિણી છંદમાં જ સુંદર ગુજરાતી સમપ્લેાકી અનુવાદ કર્યાં છે. શાક્ત સંપ્રદાયની રસિક કવિયત્રી જનીભાઈ આ મીઠુ મહારાજની શિષ્યા હતી. ૧૩
દેવીસ્તુતિનાં કાવ્ય રચનારા બીજા અનેક કવિએ અને પદ્યકારી આ સમયમાં થઈ ગયા છે, પશુ ઉપયુક્ત થેાડાંક મુખ્ય ઉદાહરણુ ગુજરાતમાં શાક્ત સૌંપ્રદાયના પ્રચાર તથા એ પાછળનાં પરિબળાનાં અભ્યાસ દૃષ્ટિએ ઘોતક થશે.
વિષ્ણુના અવતારામાં રામની પૂજા-ભક્તિ ગુજરાતમાં વ્યાપક હતી, પણ પૂર્વકાલીન પરંપરાના સાતત્યરૂપે વરાહ અને નૃસિંહની મૂતિઓ પણુ, અન્ય અવતારામાં, પૂજાતી, બ્રહ્માની મૂર્તિ જ્યાં પૂજાતી હેાય તેવાં પ્રસિદ્ધ તીર્થ સ્થાન એ હતાં : ઉત્તર ગુજરાતનુ ખેડબ્રહ્મા અને ખભાત પાસેનું નગર. ઇટાલિયન મુસાફૅર ડિલા વાલે (Della Valle) એ નગરા ખાતે બ્રહ્માના મંદિરની મુલાકાત લીધી હોવાનું પેાતાના પ્રવાસવનમાં નૈધ્યુ' છે. એની આ મુલાકાત ઈ. સ. ૧૬૨૩ માં થઈ હતી.૧૪ આ સિવાય, લેાકધર્માંના પ્રવાહ પુરાતન કાળથી ચાઢ્યા આવતા હતા.
વિષ્ણુભક્તિની પર પરામાં કૃષ્ણભક્તિનું –એમાંયે પ્રેમલક્ષણા ભક્તિનુ વિશિષ્ટ સ્થાન છે. ભાગવતપ્રાક્ત કૃષ્ણભક્તિનાં પ્રમાણ ગુજરાતમાં નિદાન સાલ કીકાલ જેટલાં પ્રાચીન તે। નિ:શ`કપણે ઉપલબ્ધ છે, જયદેવકૃત “ગીતગાવિ’દ’’ના મ’ગલાચરણમાંના લેવાનુત્તુતે એ શ્લાક સાર’ગદેવ વાધેલાના અનાવાડાના શિલાલેખમાં ઉદ્ધૃત થયેલ છે. આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણમાં ઉષ્કૃત થયેલા, રાધાકૃષ્ણ વિશેના શૃંગારિક અપભ્રંશ દૂહા સ્પષ્ટ રીતે બતાવે છે કે રાધાકૃષ્ણની લીલાઓનું ગાન બહુજનસમાજમાં વ્યાપક હતું. આમ જોઈ શકાશે કે નરસિંહ–મીરાંની ભક્તિજ્વાલાનું પ્રાકટષ આકસ્મિક નહાતુ; પણ એ પૂર્વેના ધાર્મિક આંદોલન-ઇતિહાસનું સ્વાભવિક પરિણામ હતું.