________________
ધસગ્રહાયા
[393
રશૈવ સપ્રદાયની સાથે સ્વાભાવિક રીતે જ શાક્ત સંપ્રદાયને વિચાર થાય ગુજરાતનાં શાક્ત પીઠામાં મુખ્ય અંબિકાપીઠ આરાસુરમાં છે. કાલિકાપીઠ પાવાગઢમાં તથા ગિરનારમાં છે. સૌરાષ્ટ્રમાં પ્રભાસક્ષેત્ર અને પિંડતારક ક્ષેત્ર જાણીતાં છે, કૌલગિરિપીડ તે હાલ કાયલા નામે પ્રસિદ્ધ છે, તેમાં હરિસિદ્ધિદેવી છે. કચ્છમાં આશાપૂરા માતાનેા મઢ નારાયણ સરેાવરથી બાર ગાઉ ઉપર છે. રુદ્રાણી ભૂજથી ઘેાડે દૂર છે. ઓખામડળના બેટમાં અભયા માતાનું પીઠે છે, આરંભડામાં લૂણી માતા છે. દ્વારકામાં રુમિણી અને ચંદ્રભાગા છે અને ભદ્રકાલી પી પશુ છે. કાલાવડમાં શીતળા માતા છે. હળવદમાં સુંદરી પીઠ છે. ઉપલેટા પાસે ખત્રીએ કુળદેવતા માત્રીમાતા છે. ભાવનગર પાસે ખેાડિયાર માતા છે. આાણુમાં અંદા દેવીનું પીઠ છે. નમ`દાતીરે અનસૂયા ક્ષેત્ર છે. ચુ વાળમાં બહુચરાજીમાં બહુચરાજી પૂજાયાં. અરણેજ. માં બૂટ પૂજાયાં અને શિહેારથી પંદર માઈલ દૂર બાકલકે આગળ ખુલાલ પૂજાયાં.૭
૧૧]
ખરવાહની શીતલામાતાનું રૂપવિધાન શાસ્ત્રગ્રંથામાં આપ્યું હાવા છતાં શીતલાપૂજાનું મૂળ લેાકધમ`માં છે (ગુજરાતની જુદી જુદી જ્ઞાતિઓની સેવ્ય દેવતાએ પૈકી અનેક ઉદાહરણ તરીકે માઢ જ્ઞાતિની માતંગી અને એની બહેન શ્યામલા, વાયડા વિણુકા અને બ્રાહ્મણાની સંમીરી કામદા અથવા વાયડ માતા, ઝારાળા બ્રાહ્મા અને વણિકાની હિમજા માતા, જયેષ્ડીમલ્લા અને વાળંદેશની નિંબજા માતા ઇત્યાદિ) માટે આવુ વિધાન કરી શકાય, મુઘલ કાલમાં ગુજરાતમાં જગવ્યાપિની શક્તિનાં આ સવ સ્વરૂપની પૂજા થતી હતી.
શાક્ત સંપ્રદાયનું જે સાહિત્ય આ કાલમાં રચાયું છે તે સિદ્ધાંતચર્ચાનુ નહિ, પણ ભક્તિપ્રધાન છે અને એમાં દેવીનાં અનેક રૂપાની સ્તુતિ કરવામાં આવી છે. (હુંસમીઠું અથવા મીઠું મહારાજકૃત સંસ્કૃત ગ્રંથ ‘હુ‘સવિલાસ’ને આમાં અપવાદ– રૂપ ગણવા જોઈએ. શાક્તસંપ્રદાયની સિદ્ધાંતચર્ચાતા તથા એના આચારાના એ ગ્રંથ છે.) સૌરાષ્ટ્રના નાગર કવિ નાથભાને (જન્મ ઈ.સ. ૧૬૨૫) પોતાની કુળદેવી આનંદેશ્વરીની સ્તુતિરૂપે ‘અખા આનન”નેા કવિત્વમય ગરા રચ્યા છે તે વાંચતાં સમજાય છે કે ત્રિની દૃષ્ટિમાં દેવી વસ્તુતઃ સ્થૂલ રૂપવાળી વ્યક્તિ નથી, પરંતુ પૂર્ણ બ્રહ્મની વિશ્વવ્યાપક ચિન્મયી શક્તિ છે. નાથલવાને શ્રીધરીગીતાનું અને મુતસંહિતામાં અંતગત બ્રહ્મગીતાનું પદ્યાત્મક ભાષાંતર કર્યુ છે, ઉપસક તરીકે તેએ શાક્ત છે, પણ વસ્તુસિદ્ધાંતમાં અદ્રે તવાદી છે. ઉત્તરાવસ્થામાં એમણે સન્યાસ લીધા હતા અને અભવાનંદ નામ ધારણ કર્યું હતું. એનુ જીવન તેમ ક્રત્રન તેમ તત્કાલીન હિંદુ જીવનના ધાર્મિક સમન્વયવાદ સમજવા માટે અગત્યનું છે.