________________
૩૪૮]
મુઘલ કાલ (૩) અરબી લિપિ અને એની સુલેખન-શૈલીઓ
ગુજરાતના મુઘલકાલીન અભિલેખ ભાષાની જેમ લિપિશૈલીની દૃષ્ટિએ પણ સતનત કાલના અભિલેખોથી જુદા તરી આવે છે. સલતનતકાલીન અભિલેખોમાં અરબી ભાષાનું પ્રાધાન્ય રહ્યું તેને લઈને એ મુખ્યત્વે કુફી, થુલ્ય અને નખ શૈલી એમાં કંડારેલા જોવા મળે છે, પરંતુ મુઘલ કાલમાં બહુધા શિલાલેખોની ભાષા ફારસી હોવાથી એમાં નસ્તાલીક શૈલીને વપરાશ વધુ પ્રમાણમાં થયો છે. આ શૈલીને ઉદ્દભવ ઈસવી ૧૪મા શતક થયો હતો. કલાલાલિત્યના દેશ ઈરાનમાં એના કલાકારોની નૈસર્ગિક પ્રતિભા અને કલાસહજ માનસે કૂફી, થુલ્થ અને નખના લેચલચક રહિત લાક્ષણિક રૂપથી અસંતુષ્ટ થઈ પિતાની પ્રતિભાશાળી સજનશક્તિ અને કલારસિકતા દ્વારા સ્નિગ્ધતા સુગમતા અને કમનીય સુંદરતાથી યુક્ત એવી અત્યંય લાલિત્યપૂર્ણ શૈલીનું સર્જન કરી એને નસ્તાલીક નામ આપ્યું હતું.
ઘણે અંશે અરબી લખાણ કે લખે માટે નસ્તાલીક શૈલીને પ્રયોગ પ્રથમથી જ બાધિત રહ્યો. છે અને એ માટે નખ વગરને પ્રયોગ સાધારણ રીતે થતો રહ્યો છે. | ગુજરાતમાં પણ વસ્તુસ્થિતિ આ પ્રમાણે જ છે. ભારતમાં નાસ્તાલીક શૈલીનું ચલણ અભિલેખામાં ફારસી ભાષાના ઉત્તરોત્તર વધતા પ્રયોગ સાથે ૧૬ મી શતકમાં શરૂ થયું, એટલું જ નહિ, પણ એકાદ શતકમાં તો એ એટલી લોકપ્રિય થઈ કે અભિલેખોની શૈલી તરીકે નસ્તાલીકને જ પ્રયોગ થવા લાગ્યો. માત્ર અરબી અભિલેખમાં કે અરબી-ફારસી મિશ્ર અભિલેખમાં અરબી લખાણ માટે નરખ અને એનાથી ઓછા પ્રમાણમાં થુલ્થને સાધારણ ઉપયોગ થતો. આ જ રીતે ગુજરાતમાં પણ નસ્તાલીકને પ્રવેગ સલતનતના અંત પછી એટલે કે ૧૬ મા શતકના ઉત્તરાર્ધના છેલ્લા બે દસકાઓમાં માંડ શરૂ થયે, ત્યાં સુધી મોટા ભાગના અભિલેખની ભાષા અરબી હેવાથી નખ કે દુલ્થ શેલીઓનું પ્રાધાન્ય રહ્યું. મુઘલ સત્તાની સ્થાપની સાથે ઉપર દર્શાવ્યા મુજબ ફારસી ભાષા સાથે નસ્તાલીકને પ્રયાગ વધુ વ્યાપક બનતે ગમે, પણ મસ્જિદોના કે કબરોના સ્મૃતિલેખે તેમજ બીજા અમુક પ્રકારના અભિલેખો માટે અરબી ભાષાનો પ્રયોગ સાવ પડતે મુકાયો નહિ તેમજ ફારસી ભાષાના અભિલેખમાં પણ કુરાન શરીફની આયાત કે પયગમ્બર સાહેબ (સ.અ.સ.)નાં વચનામૃત વગેરે ધાર્મિક કે સાહિત્યિક સૂત્રોનું પ્રમાણ સારું એવું હતું. આવા અરબી લેખો કે આંશિક અરબી લખાણો નખ કે થુથમાં લખાવાં ચાલુ રહ્યાં. બકે આ શૈલીઓના ફારસી લેખોની સંખ્યા સાવ ઓછી નથી. નખ કે યુસ્થ શૈલીમાં કંડારાયેલા સમગ્ર કે આંશિક