________________
૧૦ મું :
લંબાવાતા છેડામાં નીચેના ભાગમાં દીર્ઘતાયક ચિદન પ્રયોજાયું છે. આ બંને વિલક્ષણ મરેડ સોજિત્રાના વિ.સં. ૧૬૮૩ (ઈ.સ. ૧૯૨૭)ના અભિલેખમાં પ્રયોજાયા છે. આ લેખની ભાષા ગુજરાતી અને લિપિ નાગરી છે ને સલ્તનત કાલમાં વિકસેલો મરોડ સર્વત્ર પ્રયોજાતે નજરે પડે છે. જો અને શૌનાં પ્રાચીન સ્વતંત્ર ચિહ્ન પ્રસ્તુત કાલના અંત સુધી પ્રજાતાં હોવાનું જણાય છે.
| વ્યંજનોમાં ને પ્રાચીન મરડ ૧૬ મી સદી સુધી વિશેષ પ્રચલિત રહ્યો (જેમકે બીજા ખાનાનો પહેલે મરેડ), પણ ધીમે ધીમે એના પૂર્ણ વિકસિત મરોડને પ્રવેગ જૈનેતર તેમજ જૈન લખાણોમાં વ્યાપક બનતો ગયો અને પ્રાચીન મરોડ ધીમે ધીમે લુપ્ત થઈ ગયો. એવી રીતે ન માં બનેલું જોવા મળે છે. ગુજરાતી ભાષાનાં પણ નાગરી લિપિમાં લખાયેલાં કેટલાંક લખાણોમાં જ્યાં હું પ્રજવાનો હોય ત્યાં જ પણ પ્રયોજાયો છે. છે ને પ્રાચીન મરોડ જેમકે બીજાખાનાને બીજે મરોડ અને ત્રીજા ખાનાને મરોડ) જૈન તેમજ કોઈ કઈ જૈનેતર લખાણમાં પ્રયોજાયો છે, પણ ૧૭મી સદીથી આ પ્રાચીન સ્વરૂપ કેવળ જૈન લખાણો પૂરતું સીમિત બને છે. શું નાં અત્યારે બે સ્વરૂપ પ્રચલિત છે તેમાંનું એક પણ સ્વરૂ૫ ગુજરાતમાં આ સમયે પ્રયોજાતું હોવાનું જણાતું નથી, પણ એને બદલે લાંબા સમયથી જૈન લિપિમાં પ્રચલિત પ્રાદેશિક સ્વરૂપ વ્યાપકપણે પ્રચલિત બનેલું જણાય છે. આ સ્વરૂપમાંથી આ વર્ણન ગુજરાતી મરેડ ઘડાય છે. હું નું પ્રાદેશિક સ્વરૂપ જેનેતર લખાણમાં કવચિત પ્રયોજાયું છે, પણ જૈન લખાણમાં પ્રચલિત મરોડની સાથે સાથે એને છૂટથી ઉપયોગ થયો છે, એટલું જ નહિ, જૈન લખાણમાં પહેલા મરોડની અપેક્ષાએ એનું વપરાશ–પ્રમાણ વધ્યું છે. છ નાં બંને સ્વરૂપ પ્રયોજાયાં છે, પણ અગાઉની જેમ હજી દેવનાગરી સ્વરૂપનું જ બાહુલ્ય નજરે પડે છે. ૫ પર ૧૭ મી સદીથી જૈનેતર લખાણોમાં શિરોરેખાને પ્રયોગ થતો જોવા મળે છે.
જ્યારે જેને લખાણમાં એનો અભાવ વરતાય છે. મ નાં અગાઉ ચાલ્યાં આવતાં બંને વૈકલ્પિક સ્વરૂપનો અહીં અંશતઃ વિકાસ થયેલ નજરે પડે છે, પણ બંને સ્વરૂપ હજી તેના અર્વાચીન સ્વરૂપને પામ્યાં નથી. ૩ નાં બંને વૈકલ્પિક સ્વરૂપમાં ડાબા અંગની વળાંકવાળી રેખાને ચાલુ કલમે જોડવાને બદલે અલગ અલગ કરીને જોડી છે. આથી આ મરડ શિરોરેખાને બાદ કરતાં એના ગુજરાતી સ્વરૂપ જેવો બને છે. આ વ્યંજનના પહેલા સ્વરૂપને પ્રયોગ ૧૫ મી સદીથી જૈન તેમજ જૈનેતર લખાણમાં વ્યાપક બનવા લાગ્યો હતો અને ૧૬ મી
ઈતિ-૬-૨૨