________________
૩૧૬]
મુઘલ કાલ
[
,
સેંધવું જોઈએ કે નાના નાના અનેક કર્તાઓએ “પદે “કીતને બાર માસ જેવી સાદી રચનાઓ કરેલી જાણવામાં આવી છે. આ બધી સમાવેશ કરવા જતાં ગ્રંથનું લંબાણ નિરર્થક વધે એટલે એ અહીં જતી કરી છે. જૂની ગુજરાતીનું જૈન સાહિત્ય
| ગુજરાતી ભાષાના જૈન સાહિત્યકારો વિશે અગાઉના ગ્રંથમાં અછડતો. નિર્દેશ થયો છે. મુઘલ કાલ દરમ્યાન ગુજરાતી ભાષાના જૈન સાહિત્યકારોની સામે પણ સુદીર્ધ પ્રણાલી હતી. આમાં “આદિકવિ”નું ભાન લઈ જતા અત્યારે તો “ભરતેશ્વરબાહુબલિઘોર (અંદાજે ૧૧૬૯)ને કર્તા વજસેનસૂરિ કહી શકાય. કૃતિ સામાન્ય પ્રકારની છે, પણ પ્રાચીન ગુજરાતી કિંવા ઉત્તરગૌર્જર અપભ્રંશ ભાષાને નમૂને પૂરું પાડે છે.
નમૂનેદાર રચના તો શાલિભદ્રસૂરિને “ભરતેશ્વરબાહુબલિ રાસ” (સં. ૧૨૪૧ઈ.સ. ૧૧૮૫) છે. જેના પરિપાટી પ્રમાણે કાવ્યાત પાત્ર દીક્ષા લઈ લેતાં હોઈ અંત નિદાત્મક લાગે, છતાં સમગ્ર રીતે જોતાં એ વીરરસનું એક ગણ્ય કેટિનું કાવ્ય બની રહે છે, જેને જેટ ગુજરાતી સાહિત્યમાં તે પદ્મનાભના ‘કાન્હડદેપ્રબંધ' કે શ્રીધરના “રણમલ્લ છંદ” માં જોઈ શકાય.
જૈન સાધુઓ અને શ્રાવકોએ ધર્મકથાનકેને કેદ્રમાં રાખી મેટે ભાગે સ્થૂલિભદ્ર-કશા અને નેમિનાથ-રાજિમતી તેમજ પોતાના સમયના ગુરુસ્થાનીય આચાર્યોના ચરિતને વિષ્ય બનાવી અનેક રાસની રચના તેમ મર્યાદિત સંખ્યામાં રમણીય ફાગુઓની રચના કરી છે. રાસોમાં સેંધપાત્ર કહી શકાય તેવી રચનાઓમાં વિજયસેનસૂરિને “રેવંતગિરિરાસુ” (ઈ.સ. ૧૨પર આસપાસ) અને અંબદેવસૂરિનો સમરારાસુ” (ઈ.સ. ૧૩૧૫) ધ્યાન ખેંચે છે. પહેલામાં તેજપાલનું સ્વલ્પ ચરિત આપવામાં આવ્યું છે, તો બીજામાં પાટણના શ્રેષ્ઠી સમરસિંહની પાલીતાણાની સંઘયાત્રાનું રોચક વર્ણન મળે છે. આ બંને લાવણ્યસમયના વિમલપ્રબંધ (ઈ.સ. ૧૫૧૨) અને પાર્શ્વનાથસૂરિના “વસ્તુપાલ-તેજપાલરાસ (ઈ.સ. ૧૫૧૯ આસપાસ)ની યાદ આપે છે. ધાર્મિક રાસ વગેરેમાં પ્રસંગેનાં શબ્દભેદે અને ક્વચિત પ્રકારભેદે પણ પુનઃ કથન જ લાગે, જ્યારે ઐતિહાસિક પાત્રોને કેંદ્રમાં રાખી રચવામાં આવેલી રચનાઓમાં સજીવતા લાગે.
રાસયુગમાં અને પછી પણ, થોડી સંખ્યામાં છતાં, ગુરચનાઓમાં વસ્તુસામ્ય છતાં વર્ણન–ભગીના પાર્થક્યને કારણે, થોડી જ નબળી કૃતિઓના અપવાદ, રચનાઓ કમનીય બની રહે છે. નમૂનેદાર કહી શકાય તેવી રચનાઓમાં