________________
મું] ભાષા અને સાહિત્ય
(૩૧૫ નરે હરિ હાલારી (ઈ.સ. ૧૭૩૦માં હયાત) એની ચેલૈયાનું આખ્યાન” એ એકમાત્ર કૃતિ પ્રાપ્ત જ છે. એ જામનગર જિલ્લાના સરપદડને સારસ્વત બ્રાહ્મણ હતો.
મીઠઓ (ઈ.સ. ૧૭૩૮–૧૭૮૭ માં હયાત) : મીઠુઓ કે મીઠું મહારાજ મહીકાંઠાના મહીસાનો વતની અને મોઢ બ્રાહ્મણ હતો. એને વિાર સસ્કૃત ભાષાને ગ્રંથ છે. એની ગુજરાતી રચનાઓ “રસિકવૃત્તિવિનોદ' “શ્રીરસ(બાર ઉલ્લાસમાં) “શ્રીલહરી (શંકરાચાર્યજીની “સૌન્દર્યલહરી ને અનુવાદ), શક્તિવિલાસલહરી' “ભગવદ્દગીતા (અનુવાદ) અને બીજી સંસ્કૃત તેમ ગુજરાતી સ્તોત્ર વગેરે રચનાઓ મળી આવી છે. કવિ તરીકે ઉચ્ચ કક્ષાને છે.
સુંદર મેવાડે (ઈ.સ. ૧૭૪૦ માં હયાત) પ્રેમાનંદે દશમસ્કંધ એના પર મા અધ્યાયે અધૂરો રાખેલે તે સામાન્ય આખ્યાન બંધમાં આ આખ્યાનકારે પૂર્ણ કર્યો છે. રાયપુર પરગણાના ધાયેતા ગામનો એ મેવાડે બ્રાહ્મણ જણાય છે.
સુંદરજી દીક્ષિત (ઈ.સ. ૧૭૪૦ માં હયાત) : વડોદરાના અમદાવાદી વડનગરા બ્રાહ્મણ સુંદરજીએ કાશીમાં “સિંહાસનબત્રીસી'ની નોંધપાત્ર રચના કરી જાણવામાં આવી છે. એણે “કડવું” શબ્દ ન વાપરતાં “મીઠું” શબ્દ પ્રયોજેલ છે.
જીવણદાસ (ઈ.સ. ૧૭૩-૧૭૪૭ માં હયાત): ધોળકાના એક નાના આ જ્ઞાની કવિની “ગુરુશિષ્ય-સંવાદ' અને “શિખામણને ગરબો' એ બે રચના ઉપરાંત ‘દાસ છવણું કે દાસી જીવણની છાપથી “ચાતુરીઓ મળી છે.
ત્રીકમદાસ વૈષ્ણવ (ઈ.સ. ૧૭૪૪-૧૮૦૦ માં હયાત) જૂનાગઢ આપેલ મહત્વના કવિઓમાં અનુભવાનંદ પછી એ નરસિંહ મહેતાના માંગરોળ(સેરઠ)માંના કાકા પર્વતના વંશમાં થયેલા ગણનાપાત્ર ભક્તકવિ થયો છે. એમ તો એ ગાયકવાડી મજમૂદાર હતો. સંસ્કૃત ઉપરાંત વ્રજ અને ફારસી ભાષાને પણ એ કવિ હતો. “ડાકારલીલા પર્વત પચીશી” અને “ક્રિમિણીખ્યાહ” (ફારસીમિશ્ર વ્રજભાષાને) એ મહત્ત્વની કૃતિઓ ઉપરાંત “ત્રીકમદાસ-આશ પરિપૂરણની છાપવાળાં મોટી સંખ્યામાં એનાં ભક્તિપદ પ્રસિદ્ધિમાં આવ્યાં છે.
શિવાનંદ (ઈ.સ. ૧૭૫૪ માં હયાત) : સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ શિવાનંદે શિવને કેંદ્રમાં રાખી રચેલાં પદ જાણવામાં આવ્યાં છે.
મૂલજી ભટ્ટ (ઈ.સ. ૧૭૫૫ માં હયાત)ઃ વ્યાસ મૂલજી તરીકે ઓળખાતા આ આખ્યાનકારનું “નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ” એ એકમાત્ર રચના મળી છે.