________________
રહ૪] મુઘલ કાલ
[x. વૃતિ પર મકરંદ' નામની વૃત્તિની રચના કરી. સં. ૧૬૬૭ માં “સ્યાદ્વાર ભાષા' અને એની વૃત્તિ, સં. ૧૬૭૧ માં સં. ૧૬૬૫માં ક૯પસૂત્ર' પર ટીકા અને પ્રશ્નોત્તરસંગ્રહ (સં. ૧૬૫૭ થી ૧૬૭૧ ના ગાળામાં) સંકલિત કર્યાં છે.
મુનિ સહજકીતિ (ઈ સ. ૧૬૦૫) : ખર. વાચક રત્નસારને શિષ્ય મુનિ સહજકીર્તિએ આગમગ્રંથોમાં સંસ્કૃતમાં ૧. “ક૯પસૂત્ર' પર “કપમંજરી” નામક વૃત્તિ અને ૨. “અનેક શાસ્ત્રસાર' રચ્યાં છે. મહાકાવ્યમાં ૩. “લિવધિ પાર્શ્વનાથ મહાભ્ય મહાકાવ્ય', સ્તુતિઓમાં ૪, “શતદલકમલાલંકૃત-દ્રપુરીય પાર્શ્વનાથ સ્તુતિ (સં. ૧૬૮૩) અને ૫. મહાવીર સ્તુતિ' (સં. ૧૬૪૬), વ્યાકરણમાં ૬ શબ્દાર્ણવ વ્યાકરણ” સવૃત્તિ (સપ્તપી)-અપરનામ “અજુપ્રાસ વ્યાકરણ', ૭ “સારસ્વત સુત્રા' પર વૃત્તિ (સં. ૧૬૮૨), ૮ “એકાદિ શત પર્યં ત શબ્દસાધનિકા” અને કોશમાં ૯ “નામકેશ' (છ કાંડમાં) રચ્યાં છે.
આ ઉપરાંત ગુજરાતી ભાષામાં એમણે ૧૦ જેટલા ગ્રંથ રચ્યા છે.૧૧
જયરગણિ (ઈ.સ. ૧૬૬) : પંડિત મુનિ જ્યરનગણિએ જ્યોતિષને દેષરત્નાવલી' અને વૈદ્યકને જવરપરાજય' (સં. ૧૬૬૨) એમ બે ગ્રંથ ખંભાતમાં રચ્યા.
પંડિત વિશ્રામ (ઈ.સ. ૧૬૦૮) : જંબુસરના વતની પંડિત વિશ્રામે જાતપદ્ધતિ' (શક સં. ૧૫ર૯-ઈ સ. ૧૬૦૮), મંત્રશિરોમણિ” (શક સં. ૧૫૩૭-ઈ.સ. ૧૬૧૬)માં રચી આપ્યાં.
બીજામાં સર્વ પ્રથમ શંકુયંત્ર બતાવ્યું છે. એ પછી ઘટિકાયંત્ર ચા યંત્ર તુNયંત્ર નલિકાયંત્ર વગેરે યંત્રેથી ગ્રહની સ્પષ્ટતા કરવાની રીત બતાવી છે.
ઉપા. ભાનુચંદ્રગણિ (ઈ.સ ૧૬૦૯) : “આઈન-ઈ-અકબરીમાંથી જાણવા મળે છે કે બાદશાહ અકબરના દરબારમાં માન્ય વિદ્વાનેને વર્ગમાં “ભાણચંદ્ર' નામથી પ્રસિદ્ધ ઉપા. ભાનચંદ્રગણિ સિદ્ધપુરના વતની છે. રામજી અને એમનાં પત્ની રમાદેના પુત્ર હતા. એમનું નામ “ભાણજી' હતું. આ હીરવિજયસૂરિ સં. ૧૬૩૯ માં બાદશાહ અકબરના આમંત્રણથી ફતેહપુર સિક્રી જઈ રહ્યા હતા ત્યારે મુનિ ભાનચંદ્ર પણ શાંતિચંદ્રગણિની સાથેસાથ સિદ્ધપુરથી એમની સાથે ગયા હતા. મહે. શાંતિચંદ્ર બાદશાહ અકબર પાસેથી ગુજરાત તરફ ગયા ત્યારે પં. ભાનુચંદ્રને બાદશાહ પાસે મૂકી ગયા. અકબર એમને બહુ માનતો હતો. બાદશાહે એમને “ઉપાધ્યાય'ની પદવી પણ અપાવી હતી. ઉપા. ભાનુચંદ્ર ફારસીને પણ અભ્યાસ કર્યો હતે.