________________
૨૬]
: સુઘલ કાલ..
[..
એક મસ્જિદ સાથે સલગ્ન હતી. શિયા સ ંપ્રદાયના શિક્ષણ અર્થે અમદાવાદમાં “લંગર દ્વાજદા ઇમામ” નામની એક ઉચ્ચ શિક્ષણ આપતી સસ્થા મુરહાન નિઝામશાહ પહેલાએ સ્થાપી હતી. તેમાં ઈરાક ઈરાન અરબસ્તાન અને ઉત્તર ભારતમાંથી ખ્યાતનામ વિદ્વાનાને ખેલાવી શિક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા. અકામુદ્દીને પણ ઈ.સ. ૧૬૯૭માં આશરે રૂપિયા ૧,૪૦,૦૦૦ ના ખર્ચે એક ભવ્ય કૉલેજની સ્થાપના કરી હતી.૪૪ એ ‘મદ્રેસા-એ હિદાયત બખ્શ’ નામે એળખાતી.
આવી મદ્રેસાએ માત્ર શહેરામાં જ હતી, ગામડાંઓમાં શિક્ષણ માત્ર મકતા પૂરતુ જ મર્યાદિત રહેતું. ત્યાર બાદ ઉચ્ચ શિક્ષણ માટે શહેરની મદ્રેસા એમાં જવું પડતું.
મુસ્લિમ બાળકોનું શિક્ષણુ રાજ્ય દ્વારા સંચાલિત થતું . રાજ્ય તરફથી શિક્ષકે નિમાતા. ઔરંગઝેબે ગુજરાતના દીવાનને સૂચના આપી હતી કે રાજ્યના સદ્રની સલાહ લઈ શિક્ષકાની નિયુક્તિ કરે. એવા શિક્ષકોને રાજ્ય તરફથી દરમાયે અપાતા અને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ અપાતી.
જે મુસ્લિમને ઇસ્લામી શાળાઓમાં અપાતા શિક્ષણ ઉપરાંતનું રિક્ષણ મેળવવું હેાય તે હિંદુ પાઠશાળામાં પણ જોડાતા. ત્યાં એને ખગેાળ ગણિત અને આયુર્વેદનું શિક્ષણ અપાતુ’
મુસ્લિમ મદ્રેસાઓમાં ૧૦ થી ૧૨ વર્ષ શિક્ષણ અપાતું. ત્યાર પછી કાઈ નામી વિદ્વાન પાસે કેટલાંક વર્ષો સુધી શીખનારને ડૉક્ટરેટ જેવી ઊંચી ઉપાધિ મળતી, એનાથી પણ વધુ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મક્કા મદીના બસરા કુ યમન દમાસ્કસ કરે. બગદાદ કે ખારાસાન જવું પડતું.
છેકરીઓ માટે કાઈ અલગ શાળાએ ન હતી. નાની ઉંમરની બાલિકાએ છોકરાઓ સાથે મકતબામાં ભણતી. ત્યાં તેઓને ખાસ કરીને કુરાને શરીફ શીખવવામાં આવતુ શ્રીમત વર્ગો પેાતાની દીકરીઓના શિક્ષણ માટે ખાનગી શિક્ષક। રાખતા.
ઈસુની ૧૮ મી સદીના પ્રારંભકાલ માં એક મુસ્લિમ વિદ્વાન મુલ્લા નિઝામુદ્દીને મદ્રેસાઓમાં શીખવાતે। અભ્યાસક્રમ નિયત કર્યાં હતા. એ અભ્યાસક્રમ ત્યાર સુધીમાં શીખવાતા અભ્યાસક્રમને આધારે પદ્ધતિસર રજૂ કરવામાં આવ્યા હતા. એ દસે નિઝામિયા ' નામથી જાણીતા છે. અભ્યાસક્રમમાં ૧૧ વિષય છે અને એ દરેક વિષય માટે અમુક સૂચિત પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ વિષયા આ પ્રમાણે છે : ૧. સ, ૨. નવ (વ્યાકરણ વગેરે), ૩. મન્તિક