________________
૭ મું] સામાજિક સ્થિતિ
[૨૫૯ ગુજરાતના મુસલમાનોને રંગભૂમિ પર ભજવાતાં નાટક-દશ્યો જોવાને શેખ પણ હતું. ગુજરાતના કેટલાક નટએ ગુજરાતમાં ચાલતા ગેરવહીવટને દર્શાવતો એક અભિનય શહેનશાહ શાહજહાં પાસે રજૂ કર્યો હતો.'
સામાન્ય મુસ્લિમને ગમે તેવી અને વધુ મનોરંજન આપતી રમતમાં, વાર્તાકથા અને શ્રવણ બહુ મહત્તવની રમત છે. સુશિક્ષિત વર્ગોમાં ગુલિસ્તાન બુસ્તાન અને અન્ય પુસ્તકમાંથી વાર્તાઓ કહેવામાં આવતી. સૌને એમાં રસ પડતો અને જ્ઞાન સાથે ગમ્મતની લહાણ થતી. એ ઉપરાંત ઉખાણાં–ચીરતાન–ની રમત પણ કપ્રિય હતી. સામસામાં ઉખાણાં અપાતાં અને એના ઉકેલમાં બુદ્ધિશક્તિની કસોટી થતી.
મુસ્લિમ પિતાના ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઊજવતા. ઈદે મિલાદ, ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-જૂહા, શબે બરા, બાર વફાત વગેરે તહેવારો આનંદપૂર્વક ઉજવાતા. મોહરમનો પ્રસંગ પણ સારી રીતે પસાર થતા. મુઘલ બાદશાહે સુની હોવા છતાં તેઓએ મેહરમની ઉજવણી ઉપર કઈ નિયંત્રણ જ નાખ્યાં ન હતાં. અલબત્ત ઔરંગઝેબે પોતાના અમલ દરમ્યાન મોહરમની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.જર
મુસલમાનો શુકન-અપશુકનમાં માનતા. વહેમી માન્યતાઓની બાબતમાં ગુજરાતના હિંદુ અને મુસલમાન સરખા હતા. મુસ્લિમો પણ શુકન જેવડાવતા શહેનશાહ અને સૂબેદારો પોતાના દરબારમાં જ્યોતિષીઓને રાખતા. જાદુ તાવીજ અને એવી બીજી બાબતમાં તેઓની દૃઢ માન્યતા હતી.૪૩ કેળવણી
મુઘલ કાલમાં ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ હતી : ૧. મકતબ, ૨. મજિદ અને ખાનકાહ સાથે સંલગ્ન શાળાઓ અને ૩. મદ્રેસાઓ. પ્રથમ બે પ્રકારની શાળાઓ પ્રાથમિક કક્ષાની હતી. એમાં અરબી-ફારસીનું, એ ખાસ કરીને ફારસીનું, અક્ષરજ્ઞાન અપાતું. એમાં કુરાને શરીફનું શિક્ષણ પણ અપાતું. કુરાને શરીફ કંઠસ્થ કરવાનું એમાં શીખવાતું. મજિદ અને ખાનકાહ સાથે સંલગ્ન શાળાઓમાં અધ્યાત્મવિદ્યા શીખવાતી. આવી મક્તા અને શાળાઓ ગુજરાતનાં તમામ શહેર કસ્બાઓ અને ગામડાંઓમાં વિદ્યમાન હતી.
મદેસાઓ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળા-કૅલેજ હતી. કેટલીક મદ્રેસાએ તે ઉત્તમ જ્ઞાનકેદ્રો તરીકે ખ્યાતિ પામી હતી. હિ.સ. ૧૦૯૨ માં નહરવાલા(પાટણ) માં “કેક સફાં” નામની ભદ્રેસા સ્થાપવામાં આવી હતી. એ