________________
૨ ]
મુઘલ કાલ પ્રદેશના ઘડતરમાં બીજાં તો સાથે વાહનવ્યવહારનાં સાધન-માર્ગોનું વિશિષ્ટ મહત્વ છે; જેમકે ગુજરાતના સ્વભાવ-ઘડતરમાં એના લાંબા સમુદ્રકિનારાએ અને વિદેશી વેપારે અગત્યનો ભાગ ભજવ્યો છે તેમ પહેલાં પાટણમાં અને પછી અમદાવાદમાં સ્વતંત્ર ગુજરાતી સલ્તનતની સ્થાપનાએ તથા એની સ્થિર થયેલી દઢતાએ ગુજરાત-મારવાડની પ્રાય: સમાન ભાષાને ગુજરાત અને ભારવાડની બે ભાષાઓના રૂપમાં વિકસવાને અવકાશ આપે.
એ સમયનું ગુજરાતી સાહિત્ય વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. એમાંના મોટા ભાગના સાહિત્યને–પ્રેમાનંદાદિનાં આખ્યાનોને, જૈન રાસાઓને અને અન્ય સાહિત્યપ્રકારોને ચીલાચાલુ અર્થ માં ઐતિહાસિક સાધન ગણી શકાય એમ નથી, તોપણ ખાસ કરીને ગુજરાતના હિંદુ સમાજના જીવનને સમજવા માટે એ અમૂલ્ય છે. આમાંની જે કૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ અથવા ઘટનાઓને કેંદ્રમાં રાખીને રચાયેલી છે તેઓને બાજુએ રાખીએ તોપણ પૌરાણિક કથાઓ કે ધાર્મિક અનુકૃતિના વસ્તુને અનુલક્ષીને લખાયેલી કૃતિઓ ગુજરાતના સાંસ્કારિક અને સામાજિક જીવનનું, વ્યાપક અર્થમાં, દર્પણ બની જાય છે. મુઘલ કાલમાં થયેલા મહત્વના ગુજરાતી કવિ પ્રેમાનંદના આખ્યાને તો આ વિધાન સવિશેષ લાગુ પડે છે અને એની કપ્રિયતાનું રહસ્ય પણ ઘણે અંશે આ વસ્તુમાં રહેલું છે.
વેપારી ગુજરાતને દેશ-વિદેશો સાથેને આર્થિક વ્યવહાર પૂર્વવત ચાલુ હેવા છતાં અને ગુજરાતનાં મુખ્ય બંદરો અને નગરોમાં પરદેશી અરબ તુહી તથા યુરોપિયનોની વસ્તી સારા પ્રમાણમાં હોવા છતાં તેમજ ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાત સાથે એકત્વ પામી ગયા હોવા છતાં ગુજરાતના હિંદુનું સામાજિક જીવન નાની જ્ઞાતિઓ અને જ્ઞાતિના પાછા ગોળ અને નાનકડા એકડાઓમાં વહેચાઈને ઉત્તરોત્તર સંકુચિત બનતું ગયું હતું. બ્રાહ્મણ અને વાણિયા એની ૮૪ જ્ઞાતિઓનાં નામ તથા જેના ૮૪ ગછનાં નામ એ સમયના ગુજરાતી સાહિત્યમાં મળે છે તેમ “મિરાતે અહમદી' જેવી સમકાલીન ફારસી તવારીખમાં પણ મળે છે. અગાઉના સાહિત્યમાં આવી યાદીઓ મળતી નથી એ સૂચક છે. વળી પ્રાપ્ત યાદીમાં નામાવલિમાં ફરક હોય અથવા નામ જ ઓછાવત્તાં હોય તેથી મુખ્ય વિધાનમાં ફરક પડતો નથી. વ્યક્તિના અને કુટુંબના જીવનમાં જ્ઞાતિનું અભૂતપૂર્વ વર્ચસ આ કાલની લાક્ષણિકતા જણાય છે. હિંદુ, સમાજને એની પરંપરાઓ પ્રત્યે ખાસ સહાનુભૂતિ નહિ ધરાવનાર રાજસતા અને રાજ્યાધિકારીઓ તરફથી જે સંઘર્ષ વેઠવા પડતા હતા તે સામે જ્ઞાતિસંસ્થા આમરક્ષણ માટેનું એક પ્રકારનું કવચ હતી. એમાંથી વળી અનેક તંગદિલીઓ