________________
ખંડ ૩ - સાંસ્કૃતિક ઇતિહાસ
પ્રકરણ ૭
સામાજિક સ્થિતિ
(૧) હિંદુ સમાજ મુઘલકાલીન ગુજરાતમાં હિંદુ સમાજની સ્થિતિ અગાઉના સલતનત કાલમાં હતી એ કરતાં કોઈ વિશિષ્ટ પ્રકારે ભિન્ન નહોતી. સેલંકી કાલમાં તાતિભેદ થયા હતા તે વધારે સાંકડા અને ઝીણા થયા તથા રેટી-બેટી વ્યવહાર અગાઉ કદી નહેતે એટલો સંકુચિત થતો ગયો. પ્રથમ ઉત્તર ભારત ઉપર અને પછી બાકીના ભારત ઉપર તુર્કો અને ઇસ્લામ ધર્મ પાળતા અન્ય પરદેશીઓને વિજય થયું ત્યારે ધાર્મિક–સામાજિક અનેકવિધ નવા પ્રશ્ન ઊભા થયા. એના પ્રશ્નોના સંદર્ભમાં ભારતીય સંસ્કારિતાના એક નવા યુગને અનેકવિધ તંગદિલીઓ અને સંઘર્ષોનું અનિવાર્ય અસ્તિત્વ હોવા છતાં–ઉદય થયે. એને અભિવ્યક્તિ આપવાનું કામ પૂર્વકાલીન હિંદુયુગમાં બન્યું હતું તેમ, સંસ્કૃત-પ્રાકૃત ભાષાએ નહિ, પણ લોકપ્રચલિત નવ્ય ભારતીય ભાષાઓએ ઉપાડી લીધું. આ ભાષાઓએ તત્કાલીન સમાજની વ્યાવહારિક જરૂરિયાત પૂરી પાડવાની હતી તે સાથે દેશની અંદર જ દેશની સંસ્કારિતા માટે લડત ચલાવવાની હતી. ભારતીય વિચારપ્રવાહના નાયકેએ પિતાના પૂર્વજોના ઉચ્ચ સાંસ્કારિક અને આધ્યાત્મિક વિચારોને આમવર્ગમાં પ્રચાર કરવા માટે લેકભાષાઓનું માધ્યમ સ્વીકાર્યું; હિંદુઓના તાત્તિવક એકેશ્વરવાદનો એમણે આધાર લીધે અને મુસ્લિમોના એકેશ્વરવાદ સાથે એને સ્વાભાવિક સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો. આ પ્રયત્નનું વાહન મુખ્યત્વે નવ્ય ભારતીય ભાષાઓ બની. પ્રાદેશિક સાહિત્યને આ રીતે વિકાસ થતાં વિભિન્ન પ્રદેશના વ્યક્તિત્વના વિકાસને વેગ મળે. સાંસ્કારિક અને ભાષાકીય પ્રદેશના ઘડતરને રાજકીય એકમની ઘટના દ્વારા પણ ઉોજન મળ્યું,