________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટશાળામાં પડાયેલા સિદ્ધા
[ ૨૩૧
જેવા છે. મુરાદબખ્શતા અહીંના સેનાના સિક્કો ખાનગી સ ંગ્રહમાં હાવાનું જ કહેવાય છે. એના ચાંદીના સિક્કા સાવ દુ^ભ નથી.
ઔરંગઝેબનું ખંભાતનું નાણું સેાના અને ચાંદી બંને ધાતુઓમાં મળે છે. એના સિક્કા સેાનામાં ડઝનેક જેટલા અને ચાંદીમાં સારી સંખ્યામાં મળે છે, આ સિક્કા ગુજરાતની, બલ્કે ભારતની, બીજી ટંકશાળાના એના સિક્કાની મુખ્ય ભાતના છે.
ચાંદીના સિક્કાઓમાં પણ લગભગ આમ જ છે. પહેલા વર્ષના ચાંદીના સિક્કા આખેડૂત સાનાના સિક્કા જેવા છે.
આઝમશાહના અહીંથી કાઈ સિક્કો બહાર પડયો નથી, પણ શાહઆલમ અહાદુરની ટંકશાળામાં સુરત પછી ખભાતને નંબર આવે. એને સાનાના એક સિક્કો ખાનગી સંગ્રહમાં હાવાનું કહેવાય છે, પણ એ અપ્રકાશિત હાઈ એના લખાણ કે ભાત વિશે માહિતી ઉપલબ્ધ નથી. એના ચાંદીના સિક્કા અમદાવાદના એના સિક્કાઓની એ ભાતના જેવા છે. એમાં પહેલી ભાતના સિક્કા પહેલાથી છેલ્લા વર્ષ સુધી મળે છે, જ્યારે ખીજી ભાતના માત્ર એના રાજ્યારોહણુના પહેલા વના.
આખરી મુધલ બાદશાહેામાં જહાંદારશાહ, ક્રૂ ખસિયર, રફીઉદરનત, રફીઉદ્દૌલા શાહજહાં ૨ જો, અહમદશાહ અને આલમગીર ર્ જામાંથી કાઈ પણ બાદશાહના સેાનાના સિક્કો પ્રાપ્ત નથી થયા. એમના ચાંદીના સિક્કાઓનું લખાણ એમના અમદાવાદ અને સુરતના સિક્કાઓના જેવું છે, પણ એની ગેાઠવણુમાં સહેજ ફેર છે.
મુહમ્મદશાહને ખંભાતનેા સેાનાને સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનુ કહેવાય છે.
અલબત્ત, આમ તેા ખંભાત મુઘલાઈ સલ્તનતથી ઈ.સ. ૧૭૩૦ માં એટલે કે મુહમ્મદશાહના સમયમાં જ જુદું પડી ગયું હતું, પણ ભારતનાં ખીન્ન સ્થળેાની જેમ અહીંથીય આ સમય પછી પણ મુઘલ બાદશાહેાના નામના સિક્કા બહાર પડતા રહ્યા. છેલ્લામાં છેલ્લે ખભાતના સિક્કો આલમગીર ૨ જાન મળે છે.
અમદાવાદ સુરત વગેરે જેમ ખ'ભાતની ટંકશાળનાં પણ એનાં આગવાં ટંકશાળ–ચિહ્ન મળે છે.