________________
પરિશિષ્ટ
ગુજરાતની ટંકશાળામાં પડાયેલા સિક્કા
રિર૭
એના સુરતના તાંબાના સિક્કા જુજ સંખ્યામાં અને એક ભાતને મળે છે.
મુરાદબમ્બનો સેનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હેવાનું કહેવાય છે. એના ચાંદીના સિક્કાઓમાં એક નવી ધાર્મિક લખાણ અને પદ્યપંક્તિવાળા ભાત છે. આ ભાતના સિક્કા અતિ દુર્લભ છે અને લંડનના બ્રિટિશ મ્યુઝિયમ ઉપરાંત ભારતમાં માત્ર નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમમાં છે. આમાં એક તરફ કલમ ટંકશાળ-નામ અને હિજરી વર્ષ–સંખ્યા છે અને બીજી તરફ આ પઘપંક્તિ છે.
અમદાવાદવાળી એની ભાતના ચાંદીના સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળે છે.
મુરાદબમ્બનું સુરતનું તાંબાનાણું સેનાના નાણાની જેમ દુર્લભ છે. એ એક જ ભાતનું અને કશી વૈવિધ્ય વગરનું છે. આ સિક્કા પર એક તરફ કુણે મુરાદ્દશાહી અને બીજી તરફ ટંકશાળ–નામ અને રાજ્ય-વર્ષનું લખાણ છે. ૨૧
સુરત ટકશાળના ત્રણે ધાતુમાં સંખ્યામાં સૌથી વધુ સિક્કા ઔરંગઝેબના છે. એના રાજ્યકાલનું ભાગ્યે જ કોઈ વર્ષ હશે, જેમાં અંકાયેલ ચાંદીનો સિક્કો ન મળ્યો હોય. એના પહેલા વર્ષના સેના તેમજ ચાંદીના સિક્કાઓમાં ટંકશાળ-નામમાં સુરત સાથે “વરે મુવાર' (શુભ બંદર) ઉપનામને પ્રયાગ તેમજ એ પછીના સિક્કાઓમાં આગલી બાજુ પર હિજરી વર્ષના આંકડા ઉપલી કે વચલી પંક્તિમાં અપાયા હોવા સિવાય ભાતની દષ્ટિએ એના સિક્કાઓમાં કંઈ વૈિવિધ્ય કે નવીનતા દષ્ટિગોચર થતી નથી. સોના અને ચાંદીના સિક્કાઓની એક જ મુખ્ય ભાત છે, જેમાં એક તરફ એના નામવાળી પદ્યપંક્તિ અને બીજી તરફ ટંકશાળ-નામ વગેરેવાળા સૂત્રનું લખાણ છે.
ઔરંગઝેબનું અહીંનું તાંબા-નાણું બે ભાતનું પ્રાપ્ત છે : એકમાં એક તરફ સે નિવશા (ઔરંગઝેબશાહને પૈસ) અને બીજી તરફ ટંકશાળનામ અને રાજ્ય વનસંખ્યાવાળું લખાણ છે. આ ભાતના અમુક સિક્કાએમાં બીજી બાજુના લખાણની ગોઠવણ સહેજ જુદી છે. બીજી ભાતમાં એક તરફ ટંકશાળનું નામ અને હિજરી વર્ષ-સંખ્યા અને બીજી તરફ ગુત્ર મુવાર સના (શુકનવંતુ રાજ્યારોહણ વર્ષ ફલાણું) એ લખાણ છે.
આઝમરાહના સુરતના માત્ર ચાંદીના સિક્કા મળ્યા છે, જે ઘણું દુર્લભ છે. ભાતમાં એ એના અમદાવાદના સિક્કા જેવાં છે. '
શાહઆલમ બહાદુરના આ ટંકશાળના સેના અને ચાંદીમાં સિક્કા ઠીક સંખ્યામાં પ્રાપ્ય છે. આ સિક્કાઓ પર આગલી બાજુનું લખાણ એના અમદાવાદના