________________
-૧૮૮]
મુઘલ કાલ
[. ૫ મું
સૌરાષ્ટ્રમાં રાજ્ય કરતા અનેક નાનામોટા રાજાઓ સરદાર વગેરે માટે આ ફેરફાર મુઘલ અધીનતાને સ્થાને મરાઠાઓનું વર્ચસ સ્વીકારવાને અને એમની સત્તાને સ્વીકાર કરી એમને ખંડણી આપવા જેવો હતો. આમ ગુજરાત અંગે પેશવાએ દામાજીરાવ પાસેથી મેળવેલા અધિકારો અને હક્કો, ૧૮૧૭ માં પૂનાની સંધિ થતાં સુધી, એની પાસે રહ્યા. એ સંધિમાં પ્રસ્તુત અધિકારો અને હક્કની વહેંચણી અંગ્રેજ સરકાર અને ગાયકવાડ વચ્ચે કરવામાં આવી હતી.
૧૭૫ર ના ઉપયુક્ત કરાર બાદ પેશવા બાલાજી બાજીરાવને નાનો ભાઈ રઘુનાથરાવ, જે મરાઠા ઈતિહાસમાં રાબાના નામથી પ્રખ્યાત બન્યું તે, એના પ્રથમ પ્રતિનિધિ તરીકે ગુજરાતમાં આવ્યું. એ ૧૭૮૩ સુધી ગુજરાતના રાજકારણમાં ગાઢ રીતે ભાગ લેતો રહ્યો. પોતાને છુટકારો થયા બાદ દામાજીરાવ પણ ગુજરાતમાં આવ્યા.
ગુજરાતમાં આવેલા રઘુનાથરાવ અને દામાજીરાવે સંયુક્ત બની અમદાવાદ જીતી લેવા વિચાર્યું. જે સમયે જવાંમર્દખાન સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લાઓમાં આવેલા પરગણામાંથી ખંડણી વસૂલ કરી રહ્યો હતો તે સમયે રધુનાથરાવ અને દામાજીરાવે અમદાવાદને ઉત્તર પૂર્વ અને દક્ષિણ બાજુઓથી ઘેરી લીધું. જવાંમર્દખાને તુરત જ અમદાવાદ પહોંચી રક્ષણવ્યવસ્થા કરી, પણ એમાં એને સફળતા મળી નહિ. જવાંમર્દખાનને મરાઠાઓ સાથે સંધિ કરવી પડી (માર્ચ ૩૦, ૧૭૫૩), એ મુજબ પાટણ શહેર અને બીજા દસ મહાલપાટણ વડનગર વિજાપુર વિસલનગર થરાદ ખેરાળુ સમી મુંજપુર રાધનપુર અને થરવાડાને જવાંમર્દખાનની જાગીર તરીકે સ્વીકારવામાં આવ્યાં. ત્યાં કોઈ પણ -મરાઠા લશ્કરને જવાનો કે પેશવાના પ્રતિનિધિને ઘાસ અને ખોરાકી ભાગવાને
અધિકાર રહેશે નહિ એમ કબૂલવામાં આવ્યું. એના બદલામાં જવાંમર્દખાન -અમદાવાદ છેડી પોતાની જાગીરમાં જતા રહે એમ નક્કી થયું. અત્રે એ નેધવું જોઈએ કે આવી બાંહેધરી આપી હોવા છતાં દામાજીરાવ ગાયકવાડે દસ વર્ષ બાદ જવાંમર્દખાનના પુત્રો પાસેથી રાધનપુર અને સમી સિવાયના બધા મહાલ લઈ લીધા હતા.
જવાંમર્દખાને ભદ્રને દુર્ગ ખાલી કર્યો (એપ્રિલ ૧, ૧૭૫૩) અને અમદાવાદમાંથી નીકળવાની તૈયારી કરી. મરાઠાઓએ અમદાવાદમાં પ્રવેશ કર્યો (એપ્રિલ ૫, ૧૭૫૩) અને જવામર્દખાન અમદાવાદ છોડી જતો રહ્યો.૨૭ અમદાવાદ કબજે થવાથી ગુજરાતમાં મુઘલ સત્તાને લગભગ અંત આવી ગયો. રાબા