________________
પરિશિષ્ટ ૨) ગુજરાતમાં મરાઠી સત્તાને પ્રારંભ. ૧૮ દખણમાં પોતાની મદદે બોલાવતાં એ ત્યાં ગયા. પેશવા સાથેની પહેલી લડાઈમાં એ છો, પરંતુ બીજી લડાઈમાં એની હાર થઈ. પેશવાએ એને પૂનામાં કેદ કરીને ગુજરાતની ખંડણીની અડધી રકમ તથા એના મોટા ભાગના પ્રદેશ આપવા જણાવ્યું, પણ દામાજીરાવે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાત એ સેનાપતિ દાભાડેનું એટલે કે ઉમાબાઈ દભાડેનું છે અને હું તો એને નેકર (મુતાલિક) છું, તેથી કંઈ પણ આપી શકાય નહિ.૨૪ દામાજીરાવના કારભારીએ એને કેદમાંથી છોડાવવાને પ્રયાસ કર્યો, પણ એ નિષ્ફળ જતાં પેશવાએ દામાજીરાવને વધુ કડક ચેકીપહેરા નીચે રાખ્યો. આવી સ્થિતિમાં દામાજીરાવ લગભગ દસ મહિના રહ્યો. એણે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી લીધો. એને થયું કે ગુજરાતમાં એની હાજરીની ઘણી જરૂર છે, તેથી શિવાની શરતેને સ્વીકાર કર્યો (માર્ચ ૩૦ ૧૭૫૨). બંને વચ્ચે થયેલી શરતો ટૂંકમાં આવી હતી : (૧) ગુજરાત પરનો સેનાપતિ દાભાડેને હક્કદાવો સંપૂર્ણ પણે છોડી દેવામાં આવ્યો, (૨) ગુજરાતમાં માત્ર એક જ મરાઠા પ્રતિનિધિ તરીકે દામાજીરાવ ગાયકવાડ રહે અને એ સેના- “ ખાસ-ખેલ'નું બિરુદ ભોગવે, (૩) દામાજીરાવ ગુજરાતના અડધા પ્રદેશ આપવાનું સ્વીકારે અને ભવિષ્યમાં જે કાંઈ પ્રદેશ જીતી લેવામાં આવે તેને પણ અડધા ભાગ પેશવાને આપે, (૪) ખંડણીની ચડેલી રકમ તરીકે ૧૫ લાખ રૂપિયા દામાજીરાવ પેશવાને આપવા, (૫) પેશવાને જ્યારે જરૂર પડે ત્યારે દસ હજાર ઘોડેસવાર દળથી દામાજીરાવે વફાદારીપૂર્વક મદદ આપવી, અને (૬) સેનાપતિના નિભાવખર્ચ માટે પણું વાર્ષિક અમુક રકમ આપવી એવું નક્કી થયું. આમ પ્રદેશ અને રકમની દૃષ્ટિએ જોઈએ તે શિવા અને ગાયકવાડ દરેકને વાર્ષિક આવક રૂપિયા પચાસ લાખની મળે એવી રીતે વિભાજન થયું હતું. ૨૫ તારાબાઈને પણ આ કરાર પાછળથી કબૂલ રાખવો પડ્યો હતો.
પેશવા અને દામાજીરાવ વચ્ચે જે પ્રદેશની વહેચણી થઈ તેમાં અમદાવાદ અને સુરત જેવાં શહેર પણ વહેંચી લેવામાં આવ્યાં હતાં. ભરૂચ અને એના પરગણાનું મહેસૂલ ગાયકવાડને અને જબુસર તથા દહેજબારા પેશવાને ભળે. એવું નક્કી થયું હતું. સૌરાષ્ટ્રને પણ મહેસૂલ ઉઘરાવવા માટે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. સોરઠ ગોહિલવાડ હાલાર અને ઝાલાવાડ મહાલેમાં મુલુકગીરી માટે ચડાઈઓ મોકલવાને હક્ક સ્વીકારવામાં આવ્યો અને બંનેનાં લશ્કર કયા પ્રદેશમાં જાય એ પણ નક્કી કરવામાં આવ્યું હતું. માંગરોળ(રઠ) ૧૭૩૭ થી ૧૭૪૯ સુધી મરાઠાઓના કબજા નીચે હતું. એ પછી ત્યાં કાછ–શેખનું શાસન સ્થપાયું હતું ૨૬ એટલે એ વહેંચણમાંથી બાકાત રહ્યું હતું.