________________
આ પરિશિષ્ટ ૧ ગુજરાતમાં વિદેશી વસાહત
૧. પેટુગીઝ વસાહત
મહમૂદ બેગડાના મરણ બાદ ગુજરાતના કિનારા પર ફિરંગીઓને પ્રભાવ વધ્યો. મુઘલ બાદશાહ હૂમાયુંની વિરુદ્ધ લડવામાં ગુજરાતના સુલતાન બહાદુરશાહે ફિરંગીઓની મદદ લીધી હતી તેથી દીવ અને દમણ પર ફિરંગી-વર્ચસ સ્થપાયું. પોર્ટુગીઝોએ દમણ ગુજરાતના એક અમીર પાસેથી મેળવ્યું હતું. એમની વસાહતમાં ખ્રિસ્તી ધર્મપ્રચારપ્રવૃત્તિઓ ચાલતી તેથી દમણમાં પણ જે સુઈટ ચર્ચ ઉપરાંત ડોમિનિકન, ફાંસિસ્કન અને ગટિયન ચર્ચા પણ હતાં. દીવના કિલાને ફરતી બેવડી ખાઈ હતી. બહારની ખાઈની ઊંડાઈ વધુ હેવાથી એમાં વહાણું પણ આવી શકતાં. કિલ્લા પર મોટી તોપો રાખવામાં આવતી. આમ દીવ પોર્ટુગીઝ માટે સુરક્ષિત સ્થળ હતું અને વેપારી મથક હતું.
અકબરના દરબારમાં જે સુઈટ મિશન વારંવાર જતાં. બાદશાહે એમને ધમ બાબત અમુક છૂટછાટ આપી હતી. અકબર તથા જહાંગીરના સમયમાં પોર્ટગઝેને ખંભાતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાને તથા ચર્ચ બાંધવાની પરવાને મળ્યો હતો. પોર્ટુગીઝોની સંખ્યા પણ એ સ્થળે મોટી હતી. ઈ.સ. ૧૬૦૫ માં ત્યાં ૮૦ પોર્ટુગીઝ કુટુંબ વસતાં હેવાનું નેંધાયું છે. દરિયાકિનારે પોર્ટુગીએ વિશાળ આવાસગૃહ બંધાવ્યાં હતાં. મુસાફર ટર્નિયરે એના પ્રવાસ (ઈ.સ. ૧૬૨-૬૬) દરમ્યાન એના ભગ્નાવશેષ નિહાળ્યા હતા. ખંભાતને વેપાર બહાળો હતો. એક સમયે ફિરંગીઓ( વિદેશીઓ)નાં ૨૦૦ વહાણ બારામાં નાંગરેલાં હોવાનો ઉલ્લેખ છે. ૧૬૧૬ પછી અંગ્રેજોની વેપારી જમાવટ ખંભાત બંદરે થતાં ફિરંગીઓનું જોર ઓછું થયું. સુરત મુકામે પણ પોર્ટુગીઝોનાં વળતાં પાણ થયાં. ૨. વલંદા(ડચ) વસાહતો
વેપારી અને વહાણવટી તરીકે વલંદા પંકાતા. ઈ.સ. ૧૬૦૨ માં પૂર્વમાં વેપાર કરતી વિવિધ કંપનીઓનું એકત્રીકરણ કરી ડચ યુનાઈટેડ કંપનીની સ્થાપના થઈ. ડચ સરકારે વેપારી કંપનીને કેટલાક હકક આપ્યા હતા, જેમાં યુદ્ધ