________________
૧૩૨]
મુઘલ કાલ
[ »
મધ્યસ્થીએ બાકીના ઝાલા રાજવીઓના પંચથી અર્જુનસિંહ અને અભયસિંહને વઢવાણ સંપ્યું ત્યારે અભયસિંહજીને ચૂડા જાગીર મળી હતી. ત્યારથી આ કુળનું ચૂડાના પ્રદેશમાં શાસન શરૂ થયેલું (ઈ.સ. ૧૭૦૭). એના અવસાને એના કુમાર રાયસિંહજી ઈ.સ. ૧૭૪૭ માં સત્તા ઉપર આવ્યો. (૭) સાયલાના ઝાલા
ઈ.સ. ૧૭૫૦ માં સાયલાનો પ્રદેશ કરપડા અને ખવડ કાઠીઓના હાથમાં હતો. એ સમયે હળવદમાં રાયસિંહજી સત્તા ઉપર હતો. રાયસિંહજીનું અવસાન થતાં ઈ.સ. ૧૭૫૬-૫૭માં ગજસિંહજી સત્તા ઉપર આવ્યા અને એણે નાના ભાઈ શેખજી અને એનાથી નાના મેરુજીને સાત ગામો સાથે માથકનો ગરાસ આપ્યો હતે, કારણવશાત્ શેખજીએ પિતાને હિસ્સો આપી ભાઈ સામે બહારવટું ખેડી ધ્રાંગધ્રાનું નારીચાણા (તા. ધ્રાંગધ્રા) કબજે કર્યું, ને પછી ધ્રાંગધ્રા પણ દબાવી લીધું. આ અરસામાં પેશવાને સેનાપતિ ભગવંતરાય ઝાલાવાડમાં ખંડણી ઉઘરાવવા આવતાં એની અને રાધનપુરના બાબીની મદદથી ધ્રાંગધ્રા લઈ લીધું. એટલે શેખજી નારીચાણું ચાલ્યો ગયે. આ જંગમાં સાયલાના કાઠીઓ શેખજીની વિરુદ્ધ લડેલા એટલે ઈ.સ. ૧૭૫૭ માં છાપો મારી એણે સાયલા અને આસપાસના પ્રદેશ કબજે કરી સાયલામાં ઝાલાકુળની શાખા સ્થાપી.
૪. પરમાર વંશ (૧) મૂળીના પરમાર
સેઢા શાખાના પરમાર લખધીરજીની આગેવાની નીચે ઈ.સ. ૧૪૭૦૧૪૭૫ દરમ્યાન સૌરાષ્ટ્રમાં આવ્યાનું જાણવામાં આવ્યું છે. મૂળ એ થરપારકર તરફના હતા, અને થાન થઈ ચેટીલા આવ્યા અને ત્યાંથી લખધીરજીએ વઢવાણમાં આશ્રય લીધો. લખધીરજીએ એ પછી મૂળી થાન ચોબારી અને ચોટીલા એ ચાર પરગણાં મેળવી રાજ્ય કરવાનો આરંભ કર્યો. એના અવસાને એને પુત્ર રામોજી૩૮ અને એના પછી ભોજરાજ સામંતસિંહ અને લખધીરજી ર જે કમે સત્તાધારી બન્યા, અને એને ભાઈ હાલોજી એને સહાયક બની રાજકારોબાર ચલાવવા લાગ્યો. એને સિંધના કેઈક મુસ્લિમ શાસક સાથે એક જ કન્યાના રક્ષણ વિષયમાં વિગ્રહ થયેલે, જેમાં ગુજરાતના સૂબેદારે (મહાબતખાને ?) દરમ્યાનગીરી કરી સિંધી શાસકના કેદી બનેલા હાલેજીને છોડાવ્યા હતે. હાલજીએ ઇસ્લામ સ્વીકાર્યો હોવાથી સૂબેદારે એને રાણપુરનું પરગણું ઇનામમાં આપેલું. ત્યાં હાલાજીના વંશજ લાંબા સમય સુધી રાજ્ય કરતા રહ્યા.