________________
૫ મું]
સમકાલીન રાજે
(૧૩૧
ત્રણ લાખ રૂપિયા આપી છુટકારો મેળવ્યા હતા. વાંકાનેરમાં કેસરીસિંહને સત્તા ઉપર લાવવામાં અર્જુનસિંહજીએ કરેલી મદદ બદલ વાંકાનેર તરફથી વઢવાણને નાગનેશ પરગણું ભેટ મળ્યું હતું.
અર્જુનસિંહજીને પુત્ર સબલસિંહજી નાગનેશમાં રહેતો હતો ત્યારે ઈ.સ. ૧૭૩૪માં એણે રાણપુર પર આક્રમણ કરેલું એની ફરિયાદ દામાજી ગાયકવાડનેપ જતાં એણે નાગનેશ પર આક્રમણ કરેલું અને સબળસિંહજીને કેદ કરી વડેદરે લઈ જવામાં આવેલે, પરંતુ ઈ.સ. ૧૭૪૧ માં અર્જુનસિંહજીનું અવસાન થતાં વઢવાણના અગ્રગણ્ય નાગરિકો વડોદરા ગયા ને કેદમાંથી મુક્ત કરાવી લાવી એને સબલસિંહજી રાજા તરીકે રાજગાદીએ બેસાડવો.
એક વિગ્રહમાં બજાણુના મલેક તાજખાને સબલસિંહજીને હરાવેલો.
(૫) લખતરના ઝાલા
હળવદના ચંદ્રસિંહના કુમાર અભયસિંહજીને થાન–લખતર જિવાઈમાં મળ્યાં હતાં. બેશક એને નિવાસ હળવદમાં હતો. પછી ઈ.સ. ૧૬૨૮ માં ત્યાં સ્વતંત્રપણે રાજ્ય કરવાને એણે આરંભ કર્યો. એણે બાબરિયાઓ પાસેથી થાનલખતરની આસપાસને પ્રદેશ હાથ નીચે કરી લીધો હતો. ઈ. સ. ૧૬૩૯ માં એનું અવસાન થતાં એને કુમાર વજેપાલસિંહજી સત્તા ઉપર આવ્યો. આ રાજવીના સમયમાં એના મામાને ત્યાંથી વાગડના ડુંગરપુરથી શ્રી રણછોડરાયની મૂતિ લાવવામાં આવી ને ત્યારથી એ કુળ પુષ્ટિમાર્ગીય વૈષણવ બન્યું. ઈ.સ. ૧૬૬૫ માં એનું અવસાન થતાં યુવરાજ શેષમલજી અને ઈ સ. ૧૬૯૬માં એના અવસાને યુવરાજ ગોપાલસિંહજી સત્તા પર આવ્યા.૩૭ વઢવાણને કબજે કોટાથી આવી અજુનસિંહજીએ લીધો ત્યારે મોરબીના કાંજીની મધ્યસ્થીએ બનેલા પંચમાં ગોપાલસિંહજી પણ હતો. એના ઈ.સ. ૧૭૧૪ માં થયેલા અવસાને કુમાર કરણસિંહજી સત્તા ઉપર આવ્યો. એણે પોતાની હદ વધારી, નવાનગરના જામ તમાચીને સત્તા પર લાવવામાં હળવદના રાજવીના પ્રયત્નને સાથ આપી હળવદના એ ભાણેજને માટે ગાદીને હકક કરાવી આપ્યો હતો. એના ઈ.સ. ૧૭૪૧ માં થયેલા અવસાને યુવરાજ અભયસિંહજી સત્તા ઉપર આવ્યા.
(૬) ચૂડાના ઝાલા
કોટાથી આવી અર્જુનસિંહજી અને અભયસિંહજી એ બે ભાઈઓએ વઢવાણના દરબારમાં ભગતસિંહજીને ઘાત કરી સત્તા કબજે કરી ત્યારે મોરબીના કોજીની