________________
૪થે ]
મુઘલ હકૂમતની પડતી.”
[૧૦૯
મુકાયેલા રતનસિંહ ભંડારીએ ગાયકવાડ પર સંદેશ મોકલ્યો, જેમાં પક્ષ છોડીને એને મદદ આપવાના બદલામાં અમદાવાદ, હવેલી પરગણું અને ખંભાત શહેરબંદર સહિત આખા પ્રાંતનું અડધું મહેસૂલ આપવાની તૈયારી બતાવવામાં આવી. દામાજીરાવે આ સમાચારની જાણ મોમીનખાનને કરી. ગુજરાતને સૂબેદાર બનવાની ઈચ્છા રાખતા મોમીનખાને પણ એવી શરતો કબૂલ રાખી. વિરમગામ પરગણાને. આખો કબજો સોંપી ખંભાતનું અડધું મહેસૂલ પોતાની પાસે રહે એવી માગણી કરી, જે દામાજીરાવે સ્વીકારી. અડધું અમદાવાદ મરાઠાઓને આપવાનું હતું. પરિણામે અમદાવાદ પરનો ઘેરે સખત બનાવાયો અને રતનસિંહ ભંડારીને શરણે આવવું પડયું (મે ૧૮, ૧૭૩૭). અઠવાડિયા પછી રતનસિંહે અમદાવાદમાંથી વિદાય લીધા બાદ મોમીનખાન અને રંગોએ અમદાવાદને કબજે લીધેબંને વચ્ચે શહેર વહેંચાયું. મોમીનખાને વિગતવાર અહેવાલ દિલ્હી મોકલાવ્યો. સલામતીની ખાતરી થતાં અમદાવાદમાંથી નાસી ગયેલા લેક શહેરમાં. પાછા આવ્યા, મેમીનખાન (ઈ.સ. ૧૭૩૪૩)
રતનસિંહની વિદાય પછી મોમીનખાન બિનસત્તાવાર છતાં હકીકતમાં ગુજરાતનો સૂબેદાર બન્યો. પોતાનું મૃત્યુ (ફેબ્રુઆરી, ૧૭૪૩) થતાં સુધી એણે. કુનેહતાપૂર્વક વહીવટ ચલાવ્યો. થયેલા કરાર પ્રમાણે અમદાવાદ શહેર બે ભાગમાં વહેંચાયું હતું : શહેરને દક્ષિણ ભાગ છ દરવાજાઓ સહિત રંગેજીના તાબામાં અને ઉત્તર ભાગ મોમીનખાનના તાબામાં આવ્યો. આ પ્રકારનું દિશાસન ૧૭૫૩ સુધી રહ્યું.
મોમીનખાને પાટણના જવાંમર્દખાન અને બાલાસિનોરના શેરખાન બાબી સાથે રહીને ઉત્તર ગુજરાતમાંથી વાર્ષિક ખંડણી ઉઘરાવવા મુલુકગીરી ચડાઈ કરી (૧૭૩૭)એને દિલ્હી દરબારમાંથી વછરની મુદ્રાવાળું ફરમાન મળ્યું (એપ્રિલ, ૧૭૩૮), જેમાં એને અમદાવાદ પુનઃ કબજે કર્યા બદલ અભિનંદન આપવામાં આવ્યાં અને એની મનસબ વધારવામાં આવી અને “બહાદુર’ને ખિતાબ આપવામાં આવ્યો. મોમીનખાને અમદાવાદમાં ફરી પાછો ધિક્કાર પાત્ર બનેલો વેર દાખલ કર્યો અને લેકે પાસેથી એક લાખ રૂપિયા સખતાઈથી વસૂલ કર્યા. મરાઠાઓને એમાંથી અડધો ભાગ આપવાના પ્રશ્ન પર તંગદીલી થતાં વીસ દિવસ સુધી ત્રાસ અને ભાંગફેડનું વાતાવરણ રહ્યું. ભવિષ્યમાં આવા ઝઘડા ઉપસ્થિત ન થાય એ માટે રંગજીએ મીનખાન પાસેથી મરાઠાઓના એવા હકો વિશે લિખિત કરાર કરાવી લીધો.