________________
(૧૦૮)
મુઘલ કાલે
[પ્ર.
નિયંત્રણ રાખવામાં આવ્યું. મિશ્રિત ધાતુના સિક્કા બહાર પડાયા, જેથી સેનામહેર અને ચાંદીના રૂપિયાની આંટ વધી ગઈ. અભયસિંહની ભવૃત્તિ અને શેષણનીતિના પરિણામે અમદાવાદના સમૃદ્ધ રેશમ ઉદ્યોગને ગંભીર ફટકો પડયો. ૧૭૩૨ માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડતાં, લોકોની હાડમારી વધી. રોગચાળો ફેલાતાં હજારોની સંખ્યામાં માણસો મોતને શરણ થયાં. એ વિકટ પરિસ્થિતિમાં પણ વહીવટીતંત્રે શેષણગીરી ચાલુ રહી. શેઠ ખુશાલચંદ ઝવેરી ઘણું વર્ષ દિલ્હી રહ્યા બાદ પિતાની તરફેણમાં શાહી ફરમાને (સપ્ટેમ્બર ૧૪, ૧૭૩૨) લઈ અમદાવાદમાં પાછા આવ્યા. ફરમાનમાં સૂબેદાર અભયસિંહ પર આદેશ હતો કે શેઠને એમના વેપારધંધાનાં અને લેકકલ્યાણનાં કાર્ય વિના અવધે કરવા દેવાં, પરંતુ બે જ વર્ષમાં અભયસિંહ અને શેઠ વચ્ચેના સંબંધ બગડવા. પરિણામે -શેઠને અમદાવાદ છેડી જતા રહેવું પડયું. તેઓ ફરી ૧૭૩૬ માં જ પાછા આવી શક્યા.
ગુજરાતમાં પોતાના જાતિભાઈઓને થતી કનડગત અને શોષણ અટકાવવા માટે દિલ્હીમાં રહેતા શ્રીમંત અને અત્યંત વગદાર ગુજરાતી શરાફો અને વેપારીઓએ હડતાલને ભાગે લઈ મુઘલ સત્તાવાળાઓનું ધ્યાન ખેંચ્યું. વળી એ જ સમયે ખંભાતના મોમીનખાન તરફથી રતનસિંહની જુલમી નીતિ બાબતમાં વજીર પર પત્ર આવ્યો. વજીરે વસ્તુસ્થિતિ પામી જઈ મોમીનખાનને પુછાવ્યું કે એ પ્રાંતને વહીવટ ચલાવવા તૈયાર છે કે કેમ ? મોમીનખાને જવાંમર્દખાનની સલાહ લઈ એ માટેની સંમતિ આપતાં એ અંગેનું ફરમાન મોકલવામાં આવ્યું (મે ૧૦, ૧૭૩૬). ફરમાનમાં મહારાજા અભયસિંહની બદલી કરવામાં આવી હોવાનું અને નવો સૂબેદાર આવતાં સુધી મોમીનખાનને પ્રાંતનો વહીવટ ચલવવાનું અને રતનસિંહ ભંડારીને રાજધાનીમાંથી દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું.
મોમીનખાને એ ફરમાનની નકલો દીવાન કાજી વગેરે શાહી અધિકારીઓને મેકલાવી લશ્કર એકત્ર કર્યું અને મરાઠાઓની લશ્કરી મદદ મેળવી. એ સમયે -દામાજીરાવને સેનાપતિ રંગછ પેટલાદ પાસે હતો. રંગોજી સાથે જે કરાર થયો. તેમાં મોમીનખાને ગાયકવાડને સમગ્ર ગુજરાત પ્રાંતનું અડધું મહેસૂલ આપવા કબૂલ્યું, પરંતુ એમાંથી અમદાવાદ શહેર, હવેલી પરગણું અને ખંભાતનું શહેર તેમ બંદર બાકાત રાખવામાં આવ્યાં હતાં. મમીનખાન અને રંગેજીનાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદને ઘેરો ઘાલ્યો, જે નવ મહિના ચાલ્યો ( ગસ્ટ ૧૭૩૬-મે ૧૭૩૭). ઘેરા દરમ્યાન દામાજીરાવ પોતાના લશ્કર સાથે આવ્યા. મોમીન ખાને એની મુલાકાત લીધી અને પોતાના પક્ષે રહેવા અનુરોધ કર્યો. બીજી બાજુએ મુશ્કેલીમાં