________________
ry')
મુઘલ હકૂમતની પડતી...
૧૦૧
ના પાડતાં એણે પેાતાને ચિત્તભ્રમ થયેા છે એવા ઢાંગ કર્યાં. એના દીવાન રાજા રઘુનાથરાવ અને અન્ય શુભેચ્છકાએ એને ઉદેપુરના માગે' રવાના કરી દીધા.૫ જેકે એ દિલ્હીમાં ગયા (૧૩૨૩) ત્યારે એને બદશાહે સારા આવકાર આપ્યા અને ચારવાડના મહારાજા અજિતસિંહ, જેણે ખડ કરેલું, તેની સામે યુદ્ધનું સચાલન કરવા અજમેરના સૂબેદાર તરીકે નીમ્યા.
હૈદરકુલીખાન પાસેથી સૂબાને હવાલે રૂબરૂમાં લેવા માટે આવી રહેલા નિઝામ-ઉલ-મુલ્કને માળવામાં ધાર ખાતે સમાચાર મળ્યા ( ફેબ્રુઆરી ૧૯, ૧૭૨૩ ) કે હૈદરકુલીખાન અમદાવાદ છેાડી જતા રહ્યો છે, તેથી એણે આગળ ન વધતાં પોતાના નાયબ તરીકે પેાતાના કાકા હમીદખાનને નીમ્યા અને પેતે દિલ્હી પાછા ફર્યો (જુલાઈ ૧૭૨૩), પરંતુ દિલ્હીમાં એના વિરાધીએ હાવાથી અને ત્યાં બહુ માફક ન આવે એવું હાવાથી વજીરપદેથી રાજીનામું આપી એ દખ્ખણના છ સૂબાઓની સૂબેદારી મેળવી સતાષ પામ્યા.
નિઝામ-ઉલૂ-મુલ્કે દિલ્હી પાછા ફરતી વખતે હમીદખાનને ભરૂચ જંબુસર આમેદ અને ધોળકાનાં ફળદ્રુપ પરગણાં પેાતાની જાગીર તરીકે લઇ લેવા હુકમ કર્યાં હતા. હમીદખાને અમદાવાદ આવી વહીવટ સંભાળી લીધા (૧૭૨૩–૨૪). એને શુજાતખાન અને રુસ્તમઅલીખાન નામના ખે ઉમરાવ ભાઈઓને ટેકો મળી રહ્યો. એણે સુરતના મુત્સદ્દી તરીકે મામીનખાનને ચાલુ રાખ્યા.
નિઝામ-ઉલૂ મુકતે દખ્ખણના સૂબેદાર તરીકે મેાકલાતાં કાબુલના સૂબેદાર મુન્નારીઝ-ઉલૂ-મુક સરખુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી (ઈ. સ. ૧૭૨૫).
સરખુલંદખાન (ઈ.સ. ૧૭૨૫-૩૦)
સરબુલંદખાને પેાતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યા. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મેામીનખાનની જગ્યાએ સુરતના ફે।જદાર તરીકે નીમવામાં આવ્યેા. અમદાવાદમાંથી નિઝામના કાકા હુમીદખાનને હાંકી કાઢવામાં આવ્યા, જે સમજાવટ બાદ દાહોદ જઈ રહ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું.
હમીદખાને પેાતાના સાથી તરીકે મરાઠાએની મદદ લીધી અને શુજાતખાન અને એના ભાઈએ તથા બળવાન અમીરાને વારાતી હરાવ્યા. મરાઠાઓની મદદથી ડુમીદખાને રાજધાની પર કબજો જમાવ્યેા. મદદના બદલામાં હમીદખાને નક્કી કર્યા પ્રમાણે મરાઠા સરદાર કથાજી કદમને મહી નદીની ઉત્તરે આવેલાં પરગણાંએની ચેાથ અને પિલાજીરાવ ગાયકવાડને મહી નદીની દક્ષિણે સુરત સુધી