________________
૧૦૦]
મુઘલ કાલ
[પ્ર.
અમદાવાદ આવ્યો (જુલાઈ ૩, ૧૭૨૨); તે જ વખતે સૌરાષ્ટ્રમાંથી ખંડણી વસૂલ કરી શુજાતખાન આવ્યો.
હૈદરકુલીખાન અમદાવાદમાં પાંચેક મહિનાથી વધુ રહ્યો નહિ, પરંતુ એ સમય દરમ્યાન પોતે જાણે એક સ્વતંત્ર શાસક હોય તેવી રીતે વહીવટ ચલાવતો રહ્યો. શાહી ફરમાનથી મનસબદારોને અને અન્ય અધિકારીઓને આપવામાં આવેલી જાગીરો એણે જપ્ત કરી અને પિતાની પસંદગીવાળા વ્યક્તિઓમાં એની વહેંચણી કરી. મુઘલ બાદશાહને એ બાબતની ફરિયાદ જતાં બાદશાહે હૈદરકુલીખાનને જાગીરની બાબતમાં દરમ્યાનગીરી ન કરવા આદેશ આપે, પરંતુ એ તરફ સૂબેદારે ધ્યાન આપ્યું નહિ; જ્યારે એની દિલ્હી પાસે આવેલી જમીનો ટાંચમાં લેવામાં આવી ત્યારે એણે નમતું આપ્યું.
હેદરકુલીખાને મુઘલ બાદશાહના કેટલાક વિશેષાધિકાર ભોગવવાનું શરૂ કર્યું. શાહી તબેલા માટે સુરતથી ખરીદવામાં આવેલા અરબી ઘોડા દિલ્હીના માર્ગે જતાં અમદાવાદ આવ્યા ત્યારે એણે પોતાના માટે કેટલાક રાખ્યા અને બીજા ઘોડા પોતાના મિત્રોને આપ્યા. પ્રાંતમાં એણે પિતાના કેટલાક અધિકારીઓને પાલખીમાં બેસીને ફરવાને અધિકાર આપ્યો, જે માત્ર શાહીવંશના સભ્યને કે ઉચ્ચ ઉમરાવને જ હતો. એણે જાહેરમાં ફરિયાદ સાંભળવાનું શરૂ કર્યું અને એ જ્યારે બહાર નીકળતે ત્યારે બાદશાહ જેવો દમામ–ભપકે રાખી નીકળતો. પિતાનું સ્થાન મજબૂત કરવા એણે ઘણી સંખ્યામાં આર સીદીઓ અને ક્રકેતન્ય-યુરોપિયન)ને બેલાવી પોતાની નોકરીમાં રાખ્યા. લુણાવાડા અને ડુંગરપુરના રાજાઓ તથા સાબરકાંઠાના સરદાર પાસેથી પેશકશી ઉઘરાવવા પ્રયાણ કર્યું (ફિટોબર, ૧૭૨૨) અને એ ઉઘરાવી પાછળથી પાટણ આવતાં એને પિતાના વિશે બાદશાહને પહેચેલી ફરિયાદની જાણ થઈ. બાદશાહ ભારે નાખુશ થયાના સમાચાર મળ્યા. તેથી એણે અમદાવાદ આવી, પિતાનાં ઘણું જુલમી પગલાં પાછાં ખેંચી લીધાં અને શાહીબાગમાં રહી દિલ્હીના સમાચારની રાહ જોવા લાગ્યો, પરંતુ એને પાછો લાવવાનાં પગલાં લેવાઈ ચૂક્યાં હતાં. નિઝામ-ઉલ-મુલક (ઈ.સ. ૧૭રર-૨૫)
- હૈદરકુલીખાનની જગ્યાએ સૂબેદાર તરીકે વછર નિઝામ-ઉલ-મુલ્કને નીમવામાં આવે (ઓકટોબર ૧૪, ૧૭રર). હૈદરકુલી ખાને પિતાના પક્ષે રજૂઆત કરવા પિતાના પુત્રને બાદશાહ પાસે મોકલ્યા અને દિલ્હીથી આવી રહેલા નિઝામઉલ-મુલ્કનો સશસ્ત્ર સામનો કરવા પ્રયાસો કર્યો, પરંતુ એણે જે જે ઉમરાવો અને અધિકારીઓને લાભ કરી આપ્યા તેમણે એને સાથ અને મદદ આપવાની