________________
૭૬).
મુઘલ કાલ
[5.
એ આ કાલને નોંધપાત્ર બનાવે છે. જશવંતસિંહને ધંધુકા અને પેટલાદનું મહેસૂલ આપવામાં આવ્યું હતું. ધંધુકાને લીધે જશવંતસિંહને ઝાલાવાડ પ્રદેશના ગાઢ સંપર્કમાં આવવાનું થયું. એ સમયે તમામ ઝાલા ઠકરાતો વડે જશવંતસિંહ ઝાલા હતા. એની રાજધાની હળવદ હતી. ૧૬૭ર માં પિતાના અવસાન પછી મોટા ભાઈ ચંદ્રસિંહની હત્યા કરાવી એ ગાદીએ આવ્યો હોવાની શંકા પ્રવર્તતી હતી. ચંદ્રસિંહની કુંવરી જોધપુરના રાઠોડ કુળના કુંવર સાથે પરણી હતી. એની ચડવણાથી સૂબેદાર જશવંતસિંહે હળવદ પર આક્રમણ કર્યું, જેમાં હળવદના જશવંતસિંહનો પરાજય થયો અને તે કચ્છમાં નાસી ગયો.
હળવદ નજરઅલીખાન બાબીને જાગીર તરીકે અપાયું, જે છ વર્ષ સુધી એને કબજે રહ્યું. એની પાસેથી વાંકાનેરના ઝાલા રાજાએ પડાવી લીધું, પણ ૧૬૮૦ ના અરસામાં રાળ જશવંતસિંહે પિતાની હળવદની ગાદી પુનઃ પ્રાપ્ત કરી. ઔરંગઝેબે પણ એક ફરમાનથી (ઓકટોબર ૨૯, ૧૬૮૦) એનું નૃપપદ માન્ય રાખ્યું.
સૂબેદાર મહારાજા જશવંતસિંહના સમયમાં ખંભાતના બંદરની પડતી થઈ. વેપારીઓ અને સાહસોદાગરોએ એને ત્યજી દીધું, કારણ કે ખંભાતનો અખાત છીછરો બનતો જતો હતો અને જહાજોને ધસી આવતી ભરતીથી ભારે નુકસાન થતું હતું.
મુઘલ દરબારના શ્રેષ્ઠ મનસીબદારોમાંના એક મનસબદાર મુહમ્મદ અમીનખાનની ગુજરાતના સૂબેદાર તરીકે નિમણૂક થતાં એ અમદાવાદ નજીક આવી પહોંચ્યો (જુલાઈ ૨૮, ૧૬૭૨) અને મહારાજા જશવંતસિંહ પાસેથી સૂબેદારીનો હવાલે લીધે. મુહમ્મદ અમીનખાન (ઈ.સ. ૧૯૭૨-૮૨)
ગુજરાતમાં મુહમ્મદ અમીનખાનનો વહીવટ એના મૃત્યુ સુધી સળંગ દસ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલ્યો એ નેંધપાત્ર છે.
ઔરંગઝેબે ૧૬૭૮માં મારવાડ કબજે કર્યું અને ત્યાર બાદ સિસોદિયા રાજપૂતોના વડા રાણા રાજસિંહના મેવાડ રાજ્ય પર એણે આક્રમણ કર્યું અને એ જીતી લીધું. એ રાણાનો યુવરાજ ભીમસિંહ એનો બદલો લેવા ઉત્તર ગુજરાતમાં આવેલાં મુઘલ પરગણુઓ પર ધસી આવ્યો અને વડનગર તથા વીસલનગર (દિસનગર) જેવાં પ્રાચીન નગરોમાં વિનાશ સજી, ભારે લૂંટફાટ કરી ચાલ્યો ગયો.