________________
પ્રકરણ ૩
ગુજરાત સલ્તનત સ્થાપના અને સ્થિરતા
દિલ્હી સલ્તનતની સત્તા સામે ગુજરાતમાં અવારનવાર બળવા થયા કરતા હતા. આખરે એ સમય આવ્યું કે ગુજરાતમાં નાઝિમ સ્વતંત્ર રીતે વહીવટ કરવા લાગે ને આગળ જતાં એમાંથી ગુજરાતમાં સ્વતંત્ર સતનત સ્થપાઈ. , નાઝિમ ઝફરખાન
દિલ્હીના સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલકે ઈ.સ. ૧૩૯૧માં ઝફરખાનને નાઝિમ નીમી ગુજરાતમાં મોકલ્યો હતો. એને પુત્ર તાતારખાન દિલ્હીની રાજકીય અંધાધૂંધી દરમ્યાન પોતાના તરફથી ભાગ ભજવી રહ્યો હતો, અને દિલ્હી સલ્તનતનું તત હાંસલ કરવાની મહત્વાકાંક્ષા સેવી રહ્યો હતો.
એ ઈ.સ. ૧૩૯૮ ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણમાં આવ્યો અને એણે પિતા ઝફરખાનને દિલ્હી સલ્તનતની અંધાધૂંધીથી વાકેફ કર્યો. એમ કરીને એણે ગુજરાતમાં એક બળવાન લશ્કર એકત્રિત કરી દિલ્હી જીતી લેવાને પોતાને ઈરાદે એની આગળ પ્રદર્શિત કર્યો, પરંતુ ઝફરખાન તે દૂરંદેશી અને મુત્સદ્દી હેઈને ચાલુ રાજકીય પરિસ્થિતિ એમ કરવા માટે પ્રતિકૂળ હેવાનું સમજતો હતો, તેથી એણે તાતારખાનને એ બાબતમાં આગળ પગલાં ન ભરવા સમજાવ્યો. એટલામાં તીમૂરના આક્રમણની ખબર પણ આવી અને તાતારખાનને પિતાની યોજના પડતી મૂકવી પડી. એ પછી એ ગુજરાતમાં જ રહ્યો અને ઝફરખાને ઈડર અને સોમનાથ ઉપર આક્રમણ કર્યા ત્યારે એની સાથે રહી એને એ મદદ કરતો રહ્યો.
તમૂરની ચડાઈ પછી સલતનતમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા વ્યાપ્યાં એને લાભ લઈ પ્રદેશના હાકેમો અને નાઝિમ સ્વતંત્ર શાસક બની બેઠા અને એ જ રીતે ઝફરખાને પણ દિલ્હી સલતનતની સત્તાની અવગણના કરી ગુજરાતમાં સ્વતંત્ર રીતે શાસન કરવા માંડ્યું, પરંતુ સુલતાન તરીકને વિધિસરને ખિતાબ એણે ધારણ કર્યો નહિ.