________________
સલ્તનત કાલ
ગિ,
| ગુજરાતની મુસ્લિમ જનતા નાઝિમની આપખુદીને કારણે નારાજ હતી, આથી ફઈતુમુકે એની સતામણી કરવા માંડી. એણે વિશેષે કરીને ખંભાતના વેપારીઓ ઉપર ભારે ત્રાસ ગુજાર્યો અને ગુજરાતના સ્થાનિક હિંદુ લોકોને ખુશ રાખવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, આથી મુસલમાનોએ ઉશ્કેરાટમાં આવી જઈ એક
અરજી સુલતાન નાસિરૂદીન મુહમ્મદશાહ ઉપર દિહી મોકલી આપી અને એમાં હિંદુલમુકના જુલમ સામે ન્યાયની માગણી કરી. ઝફરખાન બિન વછરુષ મુક, “મુઝફરખાન' (ઈ. સ. ૧૩-૧૪૦૭)
આથી સુલતાને એને સ્થાને સૌથી પ્રતિષ્ઠિત અમીરોમાંના એક એવા વછરમુકના પુત્ર ઝફરખાનની નિમણૂક ગુજરાતના નાઝિમ તરીકે ઈ.સ.૧૩૯૧ માં કરી એને “મુઝફફરખાન' ખિતાબ અને શાહી નિશાને લાલ તંબુ તથા સફેદ છત્ર એનાયત કર્યો.
સુલતાને એના પુત્ર તાતારખાનને પિતાના પુત્ર જે ગણીને પોતાની પાસે જામીન તરીકે રાખ્યા. ઝફરખાને ગુજરાતમાં આવી ફહંતુમુક સાથે સુલેહ-શાંતિ કરી એને સુલતાનના તાબા નીચે લાવવા માટે બે વાર પ્રયત્ન કર્યા, પરંતુ ફર્ણતુલમુકે એની અવગણના કરી. ઈ.સ ૧૩૯૨ માં બંને વચ્ચે લડાઈ શરૂ થઈ. બંનેની ફોજે ઝનૂન અને જુસ્સાથી લડી. ફર્ણતુલમુક જગના મેદાનમાં ચુનંદા સવારોની ટુકડી લઈ ઝફરખાનની કતલ કરવા એને શોધતો હતો એટલામાં ઝફરખાનના એક ઘોડેસવારે એને પીછો કરી પાછળથી એને એવો તે ઘાયલ કર્યો કે એ ઘોડાની પીઠ ઉપરથી ભંય ઉપર પટકાઈ પડવો. સૈનિકોએ તરત જ એનું માથું ધડથી જુદું કરી ઝફરખાન સામે જઈને મૂકવું. ફહતુલમુકની ફેજ વેરવિખેર થઈ ગઈ અને ઝફરખાન વિજયી થઈ અણહિલવાડ પાટણમાં પહોંચે. જે મેદાનમાં એને આ જીત મળી હતી ત્યાં એણે વસવાટ કરાવી એનું નામ જીતપુર’ આપ્યું.
ઝફરખાને ઠેકઠેકાણે પોતાના વિશ્વાસુ માણસોને મુખ્ય સ્થાને ઉપર નીચી બરાબર ચોકી ગોઠવી. આ રીતે બરાબર શાંતિ સ્થપાતાં એ હિ. સ૭૯૫ (ઈ.સ. ૧૭૯૨-૧૩૯૩)માં ખંભાતમાં પહોંચ્યા અને હાકેમ નીમી એણે શાંતિ સ્થપાય એ પ્રબંધ કર્યો. પાછા ફરતાં એ અસાવલમાં રોકાય અને ત્યાં પણ આવશ્યક બંદેબસ્ત કરી અણહિલવાડ પાટણ તરફ પહોંચે. સુલતાન નાસિરૂદીન મહમૂદશાહ
ઈ. સ. ૧૩૯૩ માં સુલતાન મહમ્મદશાહનું અવસાન થતાં એને મોટો પુત્ર સિકંદરશાહ, ને થોડા માસમાં એનું પણ અવસાન થતાં એને નાન ભાઈ નાસિરૂદીન