________________
શિષ્ટ ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ કરેલી છે [પ૦૩
વમા અને બારબોસાની કવિઓનાં યુરોપની બીજી ભાષાઓમાં ભાષાંતર કપ્રિય થયેલાં હતાં એથી મહમૂદ બેગડે એની આવી અંગત ટેવને લીધે યુરો૫ભરમાં હિંદના ઇતિહાસને ભૂરી દાઢીવાળા' તરીકે પંકાયે હતો. જોકે એ નેધવું જોઈએ કે ગુજરાતના મુસ્લિમ તવારીખકારે મહમૂદના ઝેરવ્યાપી શરીરબાંધા વિશે કંઈ નિર્દેશ આપતા નથી, પણ “મિરાતે સિકંદરીનો લેખક સિકંદર મહમૂદની પાચનશક્તિ ઘણી જ પ્રબળ હતી અને એને દિવસ તથા રાત્રિને આહાર વધુ પ્રમાણમાં હતો એને ઉલ્લેખ તે કરે જ છે.૮
બારબોસાના જણુંવ્યા પ્રમાણે એ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે અહીં અહમદશાહી વંશની પ્રતિષ્ઠા હિંદનાં રાજ્યમાં ઉચ્ચ સ્થાને હતી તથા દિલ્હીના સુલતાનની સત્તાની બરાબરી કરી શકે તેવી રીતે એને ફેલાવો થયો હતા. ગુજરાતની ઉત્તરે ને પશ્ચિમે આવેલાં કેટલાંય અર્ધસ્વતંત્ર રાજપૂત રાજ્યો ગુજરાતના સુલતાને સાથે સતત યુદ્ધમય પ્રવૃત્તિ ચલાવતાં હતાં. રાજપૂતોની ઘોડેસવારી તથા બાણવિદ્યા અને એમની ઘેટાં તથા માછલી ખાવાની ટેવને એણે નિર્દેશ કર્યો છે. રાજપૂતોથી બીજા ક્રમે વણિક કેમને મોટા દુકાનદારો અને વેપારીઓ તરીકે ઉલ્લેખ કર્યો છે, પણ એમાં મેટા ભાગે ગુજરાતના જૈનેના રીતરિવાજનું વર્ણન છે. તેઓ મોટી સંખ્યામાં ઘણાં નગરોમાં હતા અને કઈ પણ પ્રકારની જીવહિંસાના મોટા વિરોધી હતા. આ સંબંધમાં બારસા જણાવે છે કે “આ લોકો હંમેશ માટે અહિંસાના મંત્રનું ઘણું સંયમથી પાલન કરે છે. માંસ કે મચ્છી કે અન્ય કોઈ સજીવ સત્વ ખાતા નથી. તેઓ કોઈની હત્યા કરતા નથી, એટલું જ નહિ, પણ કોઈ પ્રાણુની થતી હત્યા જેવાની વૃત્તિ પણ રાખતા નથી. એથી ઘણી વાર એવું બને છે કે મૂર(મુસ્લિમ) લેકો. એમની પાસે નાનાં પંખીઓ કે જીવડાં લાવે છે અને એમની હાજરીમાં હત્યા કર નાનો દેખાવ કરે છે અને વણિકો એમની (પંખીઓ વગેરેની) જિંદગી બચાવવા માટે એમનો કિંમત કરતાં પણ વધુ આપીને એ ખરીદે છે, છેડી દેવા પૈસા આપે છે અને જવા દે છે. તેઓ દેહાંતદંડના કેદીને શક્ય હોય તો ખરીદીને એને મેતમાંથી ઉગારી લે છે. કેટલાક ફકીરો અને દાન મેળવવા ઈચ્છુક લેકે એમની સમક્ષ પિતાના શરીર પર ઘા કરવાના દેખાવ કરીને મેટી રકમનાં દાન મેળવે છે.
વણિકના ખોરાકમાં દૂધ માખણ ખાંડ અને ચોખા હતા. તેઓ ફળો અને શાકભાજી મોટા પ્રમાણમાં ખાતા હતા. પુરુષો અને સ્ત્રીઓ બંને દિવસમાં