SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨] સતનત કાલે [પરિ. 'હતું. દરિયામાં છીછરી ભરતી હોવાના કારણે એના જહાજને દરિયાકાંઠાથી ચાર માઈલ દૂર નંગરાવવામાં આવ્યું. ઘોઘાની પ્રાચીન મજિદની મુલાકાત લઈ અને સાંજની નમાજ પઢીને એ પાછો ફર્યો. એણે ઘોઘાનો રાજા બિનધર્મી એટલે કે બિનમુસ્લિમ અને એ સુલતાનને માત્ર નામ માત્રને જ તાબેદાર હોવાનું જણાવ્યું છે. આ પછી ઈબ્ન બત્તાએ દક્ષિ હિંદના કાંઠા તરફ પિતાને પ્રવાસ શરૂ કર્યો.* ઈબ્ન બટૂતા પછી વિદેશી પ્રવાસીઓમાં મહમૂદ બેગડાના સમયમાં ગુજરાતની મુલાકાત લેનાર બોલોગ્નાને નિવાસી લુડવીકે ડી વર્થેમાં નોંધપાત્ર છે. એણે ૧૫૦૨ થી ૧૫૦૮ દરમ્યાન હિંદનો પ્રવાસ કર્યો હતો. એણે ૧૫૦૬ ના અરસામાં ખંભાત સહિત હિંદનાં પશ્ચિમ કાંઠાનાં બંદરોની મુલાકાત લીધી હતી. વર્થેમાએ મહમૂદ બેગડાનાં દેખાવ અને ટેનું વર્ણન રસમય શૈલીમાં કર્યું છે. એ જણાવે છે કે “સુલતાનની મૂછે એટલી બધી લાંબી છે કે જેમ સ્ત્રી પોતાની વાળની લટો બાંધે તેમ એ પોતાના માથા પર બાંધે છે અને એની સફેદ દાઢી છેક એની કમર સુધી પહોંચે છે. એ રોજ ઝેર (ખેરાકમાં) ખાય છે. એ...... જે વ્યક્તિને મારી નાખવા ઈચ્છતા હોય તેના ઉઘાડા શરીર પર પાન ખાઈ પિચકારી મારે છે, જેથી કરીને એ વ્યક્તિ અડધા કલાકના સમયમાં મરેલી હાલતમાં જમીન પર પટકાય છે. જે જે સમયે જ્યારે એ પોતાનું પહેરણ ઉતારી લે છે ત્યારે એને ફરી કોઈ કદી અડકતું નથી. મારા સાથીદારે પૂછેલું કે સુલતાન આવી રીતે શા માટે ઝેર ખાય છે ત્યારે કેટલાક વેપારીઓ, જે સુલતાન કરતાં ઉંમરમાં મોટા હતા, તેમણે જવાબ આપેલ કે બાળપણથી જ એના. (સુલતાનના) પિતાએ એને ઝેર ખવડાવ્યું હતું. વમાની આ વાતને બીજા એક ફિરંગી પ્રવાસી ડયુઆર્ટ બારસા, જે સુલતાન મહમૂદના અવસાન પછી ઈ. સ. ૧૫૧૫ માં ગુજરાતમાં આવ્યો હતો, તેની નોંધથી સમર્થન મળે છે. બારસાના જણાવ્યા પ્રમાણે એ સુલતાનને નાનપણથી જ ખોરાકમાં ઝેર આપવામાં આવતું હતું. અને આ રાજા એ એટલા થોડા પ્રમાણમાં લેતો કે એ એને કેઈ હાનિ કરી શકતું નહિ. અને એમાંથી એ આ જાતને આહાર એવી રીતે વધારતો ગયો કે એ મોટા પ્રમાણમાં ખાઈ શકત. અને એ કારણથી જ એ એટલે બધે ઝેરમય બની ગયા હતા. જે માખી એના હાથ પર બેસે તો એ ફૂલી જતી અને તરત જ મરી જઈ નીચે પડી જતી. આવું ઝેર એ ખાવાનું છોડી શકતો નહિ, કારણ કે એને ડર હતો કે જો એને ઉપયોગ પિત નહિ કરે તે તુરત જ મરી જશે.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy