________________
પતિએ આપવામાં આવ્યું કે આ કાલના દરેક રોજામાં જાળી એક અતિ આવશ્યક અંગ બની ગયું. આથી જાળીને ભૌમિતિક સુભન–વૈવિધ્યને એટલે બધે વિકાસ થયો કે જાળી પોતે મકાનને અગત્યનો ભાગ બની ગઈ અને આચ્છાદન સૌંદર્ય અને હવામાનના પ્રશ્નના ઉકેલ તરીકે પણ ઉત્તમ ભાગ ભજવી શકી. વળી એ મુલુકખાનાના પડદા તરીકે પણ કામમાં લેવાવા લાગી, તે બીજી બાજુ ઉપર ભાળ કરી એમાંથી પ્રકાશ લાવવા માટે પણ એમાં જાળીને ઉપયોગ થય. આમ જાળીશિ૯૫ની આ કાલમાં સૌથી વધુ બોલબાલા હતી.
સૌ પ્રથમ સુશોભનનું શિલ્પકામ મિહરાબમાં જોવા મળે છે. એમાં ભારતીય રૂ૫વિધાનની પદ્ધતિને વફાદારીપૂર્વક ઉપયોગ થાય છે. એ ઉપરથી એના ઘડનારા સ્થાનિક સલાટો જ હશે એમ સમજાઈ જાય છે. એ અંગેની પ્રતીતિ સૌ પ્રથમ ભરૂચની જામી મસ્જિદના મિહરાબનો ઉપરનો કમાનવાળો ભાગ, એમને કળશ, રૂપાંકન માટે વપરાયેલાં પ્રતીક, શકરપારા આકારનું ભૌમિતિકરૂપ, મિહરાબની દ્વારશાખામાં અમૃતવલ્લીની ભાત તેમજ બકુલાવલીની સતત આવર્તન પરથી આવે છે. ઉપરાંત નીચેની કુંભીનું રૂપ પણ એના અનુસંધાનમાં જ ઘડવાનું હોઈ ભારતીય કલમ અને એને યોગ્ય પ્રયોજનમાં ઉપયોગ સ્પષ્ટ જોવા મળે છે. આ જ મજિદનાં વિતાનેનાં સુશોભન એટલાં બધાં વિવિધ પ્રકારનાં છે કે એમાંથી સીધી જ પ્રેરણા લઈને કઈ પણ સુંદર ભૌમિતિક રૂપનું સર્જન કરી શકાય અને વારંવાર જુદી જુદી જગ્યાએ આમ કરવામાં પણ આવ્યું છે તેથી એને મકાનના ભિન્ન ભિન્ન ભાગ સાથે સળંગ સંબંધ પણ રહે અને હેતુ પણ સરે.
ખંભાતની જામા મસ્જિદમાંની બારી નવેસરથી ઘડેલી જાળીને નમૂને પૂરું પાડે છે. એમાં એને નવી રીતે ગોઠવવાને પ્રયન સ્પષ્ટ દેખાય છે. જાળીના ચારસોને ફરતું રૂપાંકન તદ્દન સાદું અને અનાકર્ષક છે. એ બતાવે છે કે અહીં સામાન્ય સલાટાને ઉપયેાગ કર્યો હશે, જ્યારે ખંભાતની જ ઉમર બિન અહમદ અલ કઝારૂનીની કબર પરનું સુલેખન અને એની કતરણી મુસલમાન કારીગરની કૃતિ છે. અક્ષરોની મરોડરચના, કમાનની નીચે જોડાતી આડી પટ્ટીમાંની સુશોભન અને કબરની બંને બાજુએ કુંભનું આલેખન કરવામાં એ હિંદુ કારીગર નથી જ એની પ્રતીતિ થાય છે. એમાં કબર પરનાં ઝાડનાં સુશોભનની રેખાંકન-પદ્ધતિ અભારતીય છે. ધોળકાની હિલાલખાન કાજીની મરિજદના મિનારાની કંડારણ પણ નવા આવેલા શિ૯૫પ્રવાહને અનુરૂપ પલટાતી હોવાને પરિચય કરાવે છે. એમાં મિશ્ર સુશોભન-પદ્ધતિને સંકેત સ્પષ્ટ જોવા મળે છે. એનાં મિહારાબ અને